અમદાવાદમાં સ્પામાં દારૂ ઢીંચી જમાલકુડુ પર ડાન્સ કરતી યુવતીઓનો વીડિયો વાયરલ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

અમદાવાદમાં સ્પામાં દારૂ ઢીંચી જમાલકુડુ પર ડાન્સ કરતી યુવતીઓનો વીડિયો વાયરલ

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. દારૂબંધી માટે જાણીતા ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાનું દુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કોઈ પણ પ્રસંગે લોકો દારૂની મહેફિલ માણતા જોવા મળે છે, તેમાં છોકરાઓ ઠીક છોકરીઓ પણ દારૂ ઢીંચીને ડાન્સ કરતી જોવા મળે છે. જેમ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એક સ્પામાં દારૂની મહેફીલ માણતી યુવતીઓનો વીડિયો વાયરલ થયો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સ્પાની અંદર સ્પા ગર્લ બર્થ ડે પાર્ટી મનાવી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. તેની સાથે બીજી યુવતીઓ પણ છે અને બર્થ ડે કેકની સાથે દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ જમાલકુડુ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

બર્થ ડે પાર્ટીનો આ વીડિયો નરોડા વિસ્તારનો હોવાનો હોવાનું જાણવા મળ્યું છે, પાર્ટીની તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. આ મામલે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો પોલીસ દ્વારા આ મામલે બે જણની અટકાયત કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો

Back to top button