આપણું ગુજરાત

બનાસકાંઠા જિલ્લા લોકઅદાલતમાં કુલ ૭,૯૦૭ કેસનો નિકાલ કરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા તા.૯ ડિસેમ્બરના રોજ તમામ પ્રકારના દીવાની તથા ફોજદારી કેસો માટેની લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સઘન પ્રયત્નોથી આ લોક અદાલતમાં સમગ્ર જિલ્લામાં ટ્રાફીક ચલણ (સહિત)ના કુલ ર,૪૩૬ કેસો સેટલ કરવામાં આવ્યા હતા. જેમાં ઈ-મેમોની રકમ પેટે કુલ રૂ.૯,૮૧,૯૦૦/- વસૂલાત થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર લોક અદાલતમાં પ્રી-લિટિગેશનના કુલ ૮૭૯ કેસો સેટલ થયેલ જેની રકમ રૂપિયા ચાર કરોડ છાસઠ લાખ છોત્તેર હજાર બસ્સો સાત પૂરાનું સેટલમેન્ટ થયું હતું. જયારે મોટર અકસ્માત વળતરનાં કુલ ૭પ કેસોમાં સમાધાન થતાં કુલ રૂપિયા પાંચ કરોડ બાવસ લાખ ઓગણચાલીસ હજાર પાંચસો પુરાનું વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.આમ, બનાસકાંઠા જિલ્લાની અદાલતોમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રી-લિટિગેશનના મળી કુલ ૭,૯૦૭ કેસોનો નિકાલ થયો હતો જેમાં રૂપિયા અડતાલીસ કરોડ અઢાર લાખ બત્રીસ હજાર એકસો સાહીઠ અને છવ્વીસ પૈસા પૂરાનું વળતર ચૂકવવાનો હુકમ થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…