આપણું ગુજરાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૧૬મીથી ત્રણ દિવસ સાહસ પ્રવાસન સંમેલન યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ૧૬મીથી ૧૮મી ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટૂરીઝમ ક્ધવેન્શન ૨૦૨૩ યોજાઈ રહ્યું છે. આ ત્રિ-દિવસીય સંમેલન દરમિયાન એડવેન્ચર ટૂરીઝમ માટે નેશનલ સ્ટ્રેટેજી ઓફ ઈમ્પ્લીમેન્ટેશન અને ડેવલપિંગ એડવેન્ચર ટૂરીઝમ પર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવશે. ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવાની સાથે, રાજ્યો દ્વારા શ્રેષ્ઠ પ્રથાઓ પણ શેર કરવામાં આવશે.

ગુજરાતના પ્રવાસન નિગમના સમર્થન સાથે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એટીઓએઆઈ) દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં ચાલતા નવીન ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનો, નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવાનો અને રાજ્યમાં સાહસ પ્રવાસનના (એડવેન્ચર ટૂરીઝમ) વિકાસનું આયોજન કરવાનો છે. કાર્યક્રમમાં એટીઓએઆઈ તરફથી સલામતી માર્ગદર્શિકા અપનાવવા, પ્રવાસન મંત્રાલયના ધોરણોને અનુસરવા અને ‘લિવ નો ટ્રેસ’ અભિગમને પ્રમોટ કરવા પર ભાર મૂકવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન, ગુજરાતના પ્રવાસન પ્રધાન, કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સચિવ, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ સહિતના મહાનુભાવો સંબોધન કરશે. આ ત્રિ-દિવસીય સંમેલન દરમિયાન એડવેન્ચર ટૂરીઝમ માટે નેશનલ સ્ટ્રેટેજી ઓફ ઈમ્પ્લીમેન્ટેશન અને ડેવલપિંગ એડવેન્ચર ટુરીઝમ પર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવશે. ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવાની સાથે, રાજ્યો દ્વારા શ્રેષ્ઠ પ્રથાઓ પણ શેર કરવામાં આવશે.

ગુજરાત પ્રવાસન વિભાગના સચિવે આ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, એડવેન્ચર ટૂરીઝમ વૈશ્ર્વિક જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને તે સૌથી મોટા વિશિષ્ટ બજાર તરીકે ઓળખાય છે. એટીઓએઆઈના સહયોગથી અમે ગુજરાતમાં એડવેન્ચર ટૂરીઝમને એક્સ્પ્લોર કરીશું અને સમગ્ર ગુજરાતમાં એડવેન્ચર પ્રવૃત્તિઓ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમારો ઉદ્દેશ આગામી બેથી ત્રણ વર્ષમાં રાજ્યને એક મુખ્ય એડવેન્ચર ટૂરીઝમ ડેસ્નિટેશન તરીકે સ્થાપિત કરવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button