Gir Somnath ના કોડીનારમાં એક સાથે 15 પશુઓને લાગ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત
કોડીનાર : ગીર સોમનાથ(Gir Somnath)જિલ્લાનાં કોડીનારમાં દુધાળા પશુઓમાં લંપી નામના રોગચાળા બાદ વધુ એક વિચિત્ર રોગ આવતા પશુપાલકમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. પશુઓના મળ મૂત્ર અટકી જતાં પશુપાલક તેમજ ડોક્ટરો પણ ચિંતિત બન્યા છે. એક તબેલાના 15 પશુઓમાં એકી સાથે રોગ આવતા એક ભેંસનું મોત થયુ છે જ્યારે અન્ય પશુઓને સારવાર અપાઈ રહી છે. નિષ્ણાતોએ પ્રાથમિક તપાસમાં પશુઓને ફૂડ પોઈઝન થયાની આશંકા દર્શાવી છે
વિચિત્ર પ્રકારના રોગેથી એક ભેસનું મોત
ગીરના કોડીનાર શહેરમાં દુધાળા પશુઓમાં લંપી નામના રોગચાળા પછી પશુઓના મળ મૂત્ર ત્યાગ કરવાની કુદરતી પ્રવૃત્તિ બંધ થઈ જવાના વિચિત્ર પ્રકારના રોગે પગ પેસારો કર્યો છે.શહેરના મામલતદાર ઓફિસ પાછળ વાડી વિસ્તારમાં આવેલા તબેલામાં પાલતુ ગાય અને ભેંસના ઝાડો પેશાબ બંધ થઈ જવાના વિચિત્ર રોગને કારણે ચિંતા વધી છે.
આ પ્રકારનો રોગ પ્રથમ વખત જોવા મળતા સરકારી પશુ ડોકટરોની ટીમે સર્વે કરી તમામ પશુઓની તપાસ અને સારવાર હાથ ધરી હતી. જોકે આ સારવાર દરમિયાન એક ભેંસનું મૃત્યુ થયું હતું.
પશુ ચિકિત્સક નિષ્ણાત ડોકટરની ટીમે તપાસ હાથ ધરી
આ અંગે કોડીનાર પશુ દવાખાનાના ડોક્ટરએ જણાવ્યું હતું કે કોડીનારનાં પશુપાલકની એક સાથે 15 જેટલા દુધાળા પશુઓમાં આ પ્રકારનો એક જ સરખો રોગ ફેલાયેલો હોવાના કારણે તેમને સારવાર આપીને આ રોગ થવાના કારણોની સઘન તપાસ હાથ ધરતા પશુ ચિકિત્સક નિષ્ણાતના જણાવ્યા મુજબ પશુઓને ખાવા માટે અપાતા મગફળીના પાલામાં સતત પડી રહેલા વરસાદને કારણે ફૂગ થવાના કારણે પશુઓમાં ફૂગજન્ય રોગ વકર્યો છે.
Also Read –