આપણું ગુજરાત
નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાનનો સર્વિસ રાઇફલ વડે લમણે ગોળી મારી આપઘાત
ભુજ: માત્ર વીસ દિવસના ટૂંકા સમયગાળા દરમ્યાન ભુજ તથા સીમાવર્તી ખાવડામાં દેશની સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવતા ઓન ડ્યુટી જવાનોએ પોતપોતાના સર્વિસ હથિયારથી લમણે ગોળી ધરબી આપઘાત કર્યો હતો એ ચિંતાજનક બનાવો હજુ તાજા જ છે તેવામાં અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતેના વાયુદળ મથકમાં ફરજ બજાવતા એક જવાને ફરજ દરમ્યાન પોતાની સર્વિસ રાઇફલ વડે આત્મઘાતી પગલું ભરી લેતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. નલિયા પોલીસ મથકના પી.એસ.આઇ ટાપરીયા પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, ગત મંગળવારની મોડી સાંજના સમયે અહીંના વાયુદળમાં ફરજ બજાવતા પરમજીતસિંગ હરનામસિંગ નામના ૩૯ વર્ષીય જવાને પોતાના લમણે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી સર્વિસ હથિયારથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. મૃતક જવાન હિમાચલ પ્રદેશનો રહેવાસી હતો અને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.