આપણું ગુજરાત

ગુજરાતમાં મેઘમહેરને કારણે ખેતરમાં ઊભા પાકને નવું જીવતદાન

અમદાવાદ: ગુજરાતમાં વરસાદની મહેર થતાં ખેતરોમાં ઊભા પાકને નવજીવન મળ્યું હતું. અમદાવાદ સહિત ભાવનગર, અરવલ્લી, રાજપીપળા, બોટાદ અને સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં વરસાદને પગલે લોકોને બફારા અને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. તો બીજી બાજુ વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામ અને આજુબાજુના ગામમાં ધોધમાર વરસાદ વીજળીના કડાકાભડાકા સાથે વરસ્યો હતો. જેના કારણે ગામમાં વીજળી પણ ગૂલ થઈ ગઇ હતી. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ છે. મોડી રાત્રે પણ વાપી સહિત સમગ્ર વલસાડમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ તેમજ આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના શામળાજીમાં મેઘરાજાએ મહેર કરી હતી અને અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો. નર્મદાના રાજપીપળામાં પણ વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદને કારણે ચોમાસું વાવેતરને જીવતદાન મળ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button