આપણું ગુજરાત

આ નવરાત્રિમાં માતાના મઢમાં નવીનીકરણ થયેલા ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડનું નજરાણું

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર માતાના મઢ ખાતે આવેલા આશાપુરા ધામમાં રાજ્ય સરકારે નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. ૩૨.૭૧ કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે કે જેના હેઠળ આશાપુરા મંદિર યાત્રાધામ પરિસર ખાતે આવેલા ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડનું નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે અને મુખ્ય મંદિર સહિત સમગ્ર માસ્ટર પ્લાનનું કામ એપ્રિલ-૨૦૨૪માં પૂર્ણ થઈ જશે એવું સરકારી યાદીમાં જણાવાયું છે.

રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગત ઑગસ્ટ-૨૦૨૨થી કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના માતાનો મઢ ગામે આવેલ આશાપુરા માતા મંદિર પરિસરના વિકાસ માટેના માસ્ટર પ્લાન હેઠળ વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યાં હતાં. બોર્ડના સચિવે જણાવ્યું હતુ કે આ નવરાત્રિએ આશાપુરા માતા સંકુલમાં આવનાર માઈભક્તો માટે નવીનીકૃત કરાયેલ ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડ નવલું નજરાણું બનશે. માસ્ટર પ્લાન હેઠળ આ બંને સ્થળોના વિકાસનાં કામો પૂર્ણ કરી દેવામાં આવ્યાં છે. ડુંગર પર આવેલ ખાટલા ભવાની મંદિરે પહોંચવું હવે સરળ બન્યું છે. આશાપુરા માતા યાત્રાધામ સંકુલ ખાતે આવેલું ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર આવે છે કે જ્યાં પહોંચવા પગથિયાં (ધાબા સાથે) તથા મોટરેબલ રસ્તો હતો. પર્વતની ટોચે મંદિર પાસે અવિકસિત મોટો વિસ્તાર આવેલો હતો કે જ્યાંથી સંપૂર્ણ માતાનો મઢ ગામ જોઈ શકાય છે. માસ્ટર પ્લાન હેઠળ ખાટલા મંદિર ભવાની મંદિરે જવા માટેના પગથિયાનું રીનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ, પર્વત પર યાત્રિકો માટે પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે કે જેમાં વોક-વે, બાળ ક્રીડાંગણ, ગઝીબોનું રિપેરિંગ, વાહનો થકી આવતા યાત્રાળુઓ માટે રેમ્પ-એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લોક, હંગામી સ્ટોલ માટે શેડ-ઓટલા, મુખ્ય પ્રવેશ દ્વાર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

જર્જરિત ચાચરા કુંડનો પણ ર્જીણોદ્ધાર કરાયો છે. માતાનો મઢ ગામમાં પૌરાણિક ચાચરા કુંડ આવેલ છે કે જેમાં બારેમાસ પાણી રહે છે. કુંડની આસપાસ વિશાળ જગ્યા આવેલ છે. ચાચરા કુંડ ખૂબ જ જર્જરીત હાલતમાં હતો તથા પરિસરમાં અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. માસ્ટર પ્લાન હેઠળ ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ સાથે ર્જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. ચાચરા કુંડ પરિસરમાં વોક-વે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓ જાતે ભોજન બનાવીને જમી શકે તે માટે કિચન-ડાઇનિંગ સુવિધા ઊભી કરાઈ છે. આ ઉપરાંત એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લોક તથા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આશાપુરા માતા મંદિર અને રૂપરાય તળાવ ખાતેના વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker