આપણું ગુજરાત

2 લાખ રૂપિયે કિલો ઘી? ગોંડલની આ ગૌશાળા દૂધની બનાવટોમાંથી કમાય છે કરોડો રૂપિયા

તમે ઘી ઘરે બનાવતા હશો અથવા ઘી બહારથી લાવતા હશો ત્યારે માંડ હજાર-2 હજાર રૂપિયાનો ખર્ચ કરતા હશો અને એમાં પણ અસલી ઘી હશે કે નકલી તેમાં હજુ પણ તમને શંકા રહેતી હશે. જો કે તમને કદાચ એ વાતનો ખ્યાલ નહિ હોય કે ગુજરાતની એક ગૌશાળા એવી છે કે જેમાં અણીશુદ્ધ ઘી બિલકુલ ભેળસેળ વગરનું મળે છે, પરંતુ તેનો ભાવ અધધધ.. 2 લાખ રૂપિયે પ્રતિકિલો છે.

આ ઘી અન્ય કરતા સંપૂર્ણપણે અલગ છે. આમ તો તેની કિંમત 3500 રૂપિયાથી શરૂ થાય છે અને ધીમે ધીમે વજનના હિસાબે ભાવ 2 લાખ રૂપિયા સુધી પહોંચે છે. આ ઘી ખાસ એટલા માટે છે કારણ કે તે વિવિધ ઔષધીઓને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ગોંડલમાં ગીર ગૌ જતન સંસ્થાન નામની સંસ્થા ચલાવતા રમેશભાઈ રૂપારેલીયા તેનું વેચાણ કરે છે. તેમની ગૌશાળામાં 200થી વધુ ગાયો છે. તેઓ આ ગાયોનું દૂધ વેચતા નથી, પરંતુ તેમાંથી ઘી અને છાશ બનાવે છે.



આ ઘીમાં ભેળવવામાં આવતી ઔષધિઓની કિંમત 6 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આ ઔષધિને ​​ઘીમાં મિક્સ કરવાને કારણે જ ઘીનો ભાવ આટલો ઉંચો જાય છે. 31 લિટર દૂધમાંથી એક કિલો ઘી બનાવવામાં આવે છે. કુલ 140 પરિવારોને ઘી બનાવવાથી લઈને પેકિંગ અને ઘી પહોંચાડવા સુધીની રોજગારી મળે છે. આ ઘી બનાવવામાં કેસર, હળદર, દારુ હલ્દી, છોટી પીપળ વગેરે સહિતની ઘણી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.


આ ઘીના ફાયદા વિશે વાત કરીએ તો તેની મદદથી માથાનો દુખાવો, ચામડીના રોગો અને ઉધરસ પણ દૂર થાય છે. તે ચહેરાને ચમકદાર અને સુંદર પણ બનાવે છે. તે ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ, આંખોની નીચે ડાર્ક સ્પોટ્સ અને ખીલને દૂર કરવામાં મદદ કરે છે. આ ઘી ખાવું વર્જિત માનવામાં આવે છે, એટલે કે તમે તેને ખાઈ શકતા નથી.


રમેશભાઈના ઉત્પાદનોની અમેરિકા, કેનેડા, સાઉદી અરેબિયા જેવા દેશોમાં માંગ છે. તેઓ તેમની પ્રોડક્ટ્સ વેચીને દર મહિને 40 લાખ રૂપિયાનો બિઝનેસ કરે છે. મળતી માહિતી મુજબ રમેશભાઈનું વાર્ષિક ટર્નઓવર 3 થી 4 કરોડ રૂપિયા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત