ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી જામનગરની યુવતીનું હાર્ટ અટેકથી મોત

અમદાવાદઃ ગુજરાતમાં હાર્ટ અટેકની ઘટનાઓમા સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગર માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી જામનગરની યુવતીનું ગ્રાઉન્ડ પર દોડતા દોડતા મોત થયાની ઘટના બની છે. યુવતી અચાનક યુવતી ઢળી પડતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા યુવતીનું મોત થયુ છે.
Read This…ક્રિકેટ રમતી વખતે હૃદયરોગના હુમલાથી ખેલાડીનું મૃત્યુ
મૂળ જામનગર શહેરની યુવતી જાનવી પારીયાણી (ઉ.વ.23) ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગ રૂપે ગ્રાઉન્ડ પર દોડી રહી હતી. અચાનક જ ઢળી પડતા મિત્રો દ્વારા તાત્કાલીક હોસ્પિટલ ખાતે લઈ જવાતા હાજર ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી છે.
ડોક્ટરોએ યુવતીનુ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યાનું જણાવ્યુ છે. યુવતીનીના મોત બાદ યુવતીના મિત્રો દ્વારા પરિવારને જાણ કરતા તેઓ તાત્કાલિક જામનગરથી ગાંધીનગર જવા રવાના થયા.