રાજકોટમાં “શ્રીરામ પધાર્યા મારા ઘેર” નામનો મહોત્સવ યોજાશે…
આજરોજ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ પાંચ દિવસીય મહોત્સવ યોજવામાં આવશે. સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિ નિર્માણ કરવામાં આવશે. 100*65 ફૂટની પ્રતિકૃતિ નું નિર્માણ કરવામાં આવશે.
મંદિરની પ્રતિકૃતિમાં ભગવાન શ્રીરામને 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મૂકવામાં આવશે. મંદિર પણ પ્રાંગણમાં અયોધ્યા નગરીના જોવાલાયક તેમજ દર્શન કરવા લાયક મુખ્ય ફ્લોટ્સ ઉભા કરવામાં આવશે. 17 થી 22 તારીખ સુધી રોજ હજારો દીવડાઓથી શ્રી રામ લલ્લાની આરતી કરવામાં આવશે. મહા આરતી 11 વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં સંપન્ન કરાવવામાં આવશે.
દરરોજ 10 હજારથી પણ વધુ દર્શનાર્થીઓને પ્રસાદી આપવામાં આવશે. 17 તારીખ ના રોજ ભવ્યાતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. અયોધ્યા રામ મંદિરના મહંત કમલનયનદાસજી મહારાજનાં નિવેદનમાં જણાવ્યું હતું કે
રામ મંદિર 500 વર્ષના સંઘર્ષની કહાની છે. અયોધ્યા રામ મંદિર મુગલોએ તોડી પાડ્યું હતું.
હવે મંદિર તૈયાર છે અને ભગવાન પરિવારજનો સાથે ફરી બિરાજમાન થશે. દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહ છે. 22 તારીખે રામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ હોવાથી અયોધ્યા આવી રહ્યા છે. અયોધ્યા ખૂબ જ નાની હોવાથી દરેક રામ ભક્તોને પોતાના જ ગામમાં ઉજવણી કરવા અપીલ. મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તો અયોધ્યામાં નહિ સમાવેશ થાય જેથી લોકોની વચ્ચે જ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી.
અયોધ્યા રામ મંદિરના મહંત કમલનયનદાસજી મહારાજનું નિવેદન એ પણ છે કે અગાઉની સરકારે લાવેલું મંદિર વિધાયક દૂર કરવાની જરૂર છે. કારણકે મંદિરોમાં આવેલા દાનના રૂપિયા સરકાર પાસે જાય અને ત્યાંથી અન્ય કોમમાં જઇ રહ્યા છે.
મોટાભાગના વિસ્તારોમાં હિંદુઓને ઈસાઇ બનાવવામાં આવ્યા છે. ધારા 30 અને મંદિર વિધેયક હટાવવાનો સમય આવી ગયો છે. આ જવાહરલાલ નહેરૂની દેન છે.