સિગારેટનું વ્યસન ન છૂટતા ચોટીલામાં ડોક્ટરનો આપઘાત, સ્યૂસાઇડ નોટ લખી

સુરેન્દ્રનગર: ચોટીલા ખાતે આવેલી હોટલના રૂમમાં ડોક્ટરે ગળે ફાંસો ખાઇ આપધાત કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસને હોટલના રૂમમાં એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં વ્યાસન ન છૂટતા આત્મહત્યા કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક ઘરેથી રાજકોટ જવાનું કહીને નીકળ્યા:
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ખાનગી હોસ્પિટલ ચલાવતા ડોક્ટર જશુભાઇ ઉનાવાએ સૂરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા હાઇવે પર આવેલી હોટલના રૂમમાં ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. મૃતક પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં વ્યસનના કારણે આત્મહત્યા કરતા હોવાનો ઉલ્લેખ છે. મૃતક ડોક્ટરના રૂમમાંથી બે સિગરેટના પેકેટ મળી મળી આવ્યા હતા.
મૃતક ઘરેથી રાજકોટ જવાનું કહીને નીકળ્યા બાદ ચોટીલાની હોટલમાંથી લાશ મળી આવી છે. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હો, તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરોવંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]
Also Read –