નડિયાદના દીવ્યાંગે લોકશાહીને આપી પગથી તાકાત !

નડીયાદ : દેશમાં લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કાના મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, યુવાનોથી લઈને વૃધ્ધો પણ મતદાન માટે જઈ રહ્યા છે. ત્યારે નડિયાદના (Nadiad)એક દિવ્યાંગ યુવાને પગ વડે મતદાન કરી (Casts Vote Using Foot) અન્ય મતદારોને પણ મતદાન કરવા પ્રેર્યા હતા.
નડિયાદના અંકિત સોની (Ankit Soni) નામના દિવ્યાંગ યુવાને આજથી 20 વર્ષ પહેલા અકસ્માતમાં પોતાના બે હાથ ગુમાવ્યા હતા. પણ તેને હિમ્મંત કે જુસ્સો નહોતો ગુમાવ્યો અને આથી તેમણે આજે મતદાન મથાક પર પહોંચી પોતાના પગ વડે જ મતદાન કર્યું હતું. તેને પોતાની સહી પણ પગ વડે જ કરી હતી.
તેણે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે, “આજથી 20 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોકનાં લીધે મે મારા બંને હાથ ગુમાવ્યા હતા. મારા શિક્ષકો અને ગુરુના આશીર્વાદથી, મેં CSમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મત આપો.”
અંકિતે કરેલા મતદાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે, આવા લોકોની નિષ્ઠા જ લોકશાહીને મજબુત બનાવનારી છે.