સુરતમાં તૈયાર થયો ટ્રમ્પના ચહેરાના આકારનો હીરો; જાણો શું છે કિંમત અને કઈ રીતે બનાવવામાં આવ્યો

સુરત:ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર યુએસના રાષ્ટ્રપતિ બન્યા (US president Donald Trump) છે. ગઈ કાલે રવિવારે તેમણે શપથ ગ્રહણ કર્યા, નવા રાષ્ટ્રપતિના સ્વાગત માટે યુએસમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના ડાયમંડ સીટી સુરત(Diamond city Surat)ની એક કંપનીએ ટ્રમ્પનું એક અનોખી રીતે જ સન્માન કર્યું. લેબ ગ્રોન ડાયમંડ ઉત્પાદનમાં અગ્રણી ગ્રીનલેબ ડાયમંડ્સે 4.30 કેરેટના હીરાને ડોનાલ્ડ ટ્રમ્પ ચહેરાનો આકાર (Diamond Shaped Trump face) આપ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાને હીરા પર બારીકાઇથી કંડારવા બે મહિના જેટલો સમય લાગ્યો હતો. ગ્રોઈંગ, પ્લાનિંગ, કટીંગ અને પોલિશિંગ જેવી ઝીણવટભરી પ્રોસેસ બાદ આ હીરાને ટ્રંપના ચહેરાનો આકાર આપવામાં આવ્યો હતો. કંપનીના જણાવ્યા મુજબ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સ્થાયી અને મજબૂત સંબંધોના પ્રતીક તરીકે આ હીરો રજુ કરવામાં આવ્યો છે.
જાણકારોના મત મુજબ આ હીરાની કિંમત 20 લાખ રૂપિયાથી વધુ છે. કંપની આ હીરાને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભેટમાં આપવા ઈચ્છે છે.

અગાઉ પણ વ્હાઈટ હાઉસ પહોંચ્યો છે હીરો:
નોંધનીય છે કે આ કંપની આવા અવનવા હીરા બાનાવવા માટે જાણીતી છે. ગત વર્ષે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેનના પત્ની જીલ બિડેનને એક વીંટી ભેટમાં આપી હતી, એ વીંટીમાં લાગેલો હીરો આ કંપનીએ જ બનાવ્યો હતો.
આ રીતે બનાવવામાં આવ્યો આ હીરો:
લેબ ગ્રોન ડાયમંડ અંગે માહિતી આપતા ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે કુદરતી હીરા પૃથ્વીમાંથી ખોદકામ કરીને મળે છે. જ્યારે, લેબ ગ્રોન ડાયમંડ લેબોરેટરીમાં કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં હેઠળ બનાવવામાં આવે છે. તેના પર હાઈ પ્રેસર સિન્થેસીસ અને ત્યાર બાદ એક્સપર્ટ દ્વાર તેનું કટીંગ કરવામાં આવે છે. આ હીરા ક્વોલિટી અને વેલ્યુમાં કુદરતી હીરા જેવા જ હોય છે.

Also read: શું એલોન મસ્ક બની શકે છે અમેરિકના રાષ્ટ્રપતિ? ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખુલાસો
ટ્રમ્પનો ચહેરો જે હીરા હીરામાંથી કંડારવામાં આવ્યો છે તેને ડી-કલર ડાયમંડ તરીકે કલાસીફાઈડ કરવામાં આવ્યો છે. આ હીરાના રો મટીરીયલને તૈયાર કરવા માટેની પ્રક્રિયામાં 40 દિવસનો સમય લાગ્યો હતો, ત્યારબાદ હીરાની ડિઝાઇનને ગ્રો કરવા અને ડીઝાઈન તૈયાર કરવા 60 દિવસનો સમય લાગ્યો હતો.