જગવિખ્યાત તરણેતર મેળાનો કલરફુલ તસવીરી ઈતિહાસ
તસવીરની આરપાર – ભાટી એન.
“આજનાં ઉતારા જઈ તરણેતર કરશું જો, તરણેતરિયો મેળો. જોવાની જુગતિ.
ચોમાસામાં ઓણ વચ્ચે ચાર દિવસ અનરાધાર વરસાદ થતા ને ફજેતફાળકામાં જ.ઘ.ઙ. નાં કડક વલણના કારણે તરણેતરનો જગ વિખ્યાત મેળો ભરાશે કે નહીં…!? તરણેતર મેળાના ચાહકોના અતિ આગ્રહનાં કારણે તંત્રે પણ પોઝિટિવ વલણ રાખી બિન્દાસ ફજેતફાળકા, મોતનાં કૂવા, હુડકા સાથે મેળો પૂરબહારમાં ખીલેલ. આ માસમાં મેળાની મૌસમ છલકે છે…! હૃદયનુ ભૂતિ ને શાતા આપવા મેળાનું મનોરંજન જનગણમનને પાવનકારી બનાવી લોકપ્રીતિનો રસ નિયતિની અભિવ્યક્તિ થાય.
મેળાની ધૂપસુગંધ જન સામાન્યમાં ઈશ્ર્વરભક્તિ, પ્રેમભક્તિ, સંસ્કૃતિભક્તિ, વેશભૂષાભક્તિ, કર્તવ્ય પ્રેમનું ચેતોવિસ્તારમાં વલોણું થાય છે…! મેળાની રસતૃપ્તિ માનવીના અભિન્ન અંગમાં ટહુકા કરી લોકભાષાના ચરખામાં વણાટકામ થાય છે. શિથિલતા આવેલા ચારિત્ર્યમાં ઓજસ્વિતા, તેજસ્વિતાનાં પ્રકાશ પૂંજ પ્રજવલિત થાય છે…!
માનવીને ઉત્કર્ષતા હરખનાં મીઠા ઝરણાની વીરડીનું રસાનુભૂતિ, મંગલકારી સત્સંગ શિવભક્તિનું સંગમતીર્થ દષ્ટિવંત દીસે છે.
ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ લોકભાષામાં બોલવું સુગમ પડે એટલે લોકબોલીમાં તરણેતરથી પ્રચલિત છે. તરણેતરનો મેળો જનસામાન્યનું પ્રતિનિધિત્વ કરે છે…! આ મેળો સપ્તરંગી મેઘધનુષ્ય ચીતરે છે. “તરણેતરનો મેળોશું પ્રેમભક્તિનો મેળો છે…!? ‘જી.હા…!’ આ મેળો યોવનના હિલોળે, જેઓ કોઈનો સાથ ઝંખે છે…! તેમાં પણ ચાર આંખ્યું ભેગી થાય. મરક મરક હસતા મસ્તીમાં લાગણીની છોળે ઝૂલતા ચાર… ચાર… દિવસ સુધી આ મેળામાં મહાલે છે.
કાઠિયાવાડીની આ ભૂમિમાં રંગ વૈવિધ્યભર્યા વેશ પરિધાન અહીં નીરખવા મળે છે.! લોક સંસ્કૃતિનાં પ્રતીકસમાં લોક કળા અને લોકસાહિત્યનાં અહીં દર્શન થાય છે. તરણેતરનો આ વિશાળ લોકમેળો લોકજીવનને આનંદથી મઘમઘતું બનાવી સાધકોને આધ્યાત્મિક આનંદ આપે છે…! ભૌતિકવાદીઓને સૌંદર્યાનું ભૂતિ કરાવી દૈહિક સુખ આપે છે.
આ મેળો ભક્તિ, શક્તિ અને સૌંદર્યનો ત્રિવેણીસંગમ છે. લોકઉર્મિની અભિવ્યક્તિનું સહિયારું સ્થાન છે. ભરવાડ, રબારી, કોળી કોમની સ્ત્રી-પુરુષોના રાસ, હુડોરાસ, ટિટોડો જેવાં લોકનૃત્યો આ મેળામાં હવે તો વિવિધ હરીફાઈ થાય છે, જેમાં વેશભૂષા, રાસ, ગરબા, પાવાની સંગાથે આ વખતે શ્રેષ્ઠ આખલા, ભેંસ, તેમ ગાયમાં શ્રેષ્ઠ ગાયને ઈનામો આપવામાં આવેલ. પ્રતિવર્ષ મુખ્ય મંત્રી આવે છે. પણ આ વખતે તેઓ ન આવતા મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરાએ હાજરી મેળામાં આપી હતી. ને સાંસ્કૃતિક રાસ, હુડોરાસ થાનગઢની મંડળીએ રમઝટ બોલાવી હતી. આ વર્ષે મેળો નહીં ભરાય તેવી ચર્ચા હતી, પણ સુરેન્દ્રનગરનાં સાંસદે કલેક્ટરને કહી આ ઐતિહાસિક મેળો ગમેતે ભોગે ભરાવો જોઈએ આથી સરકારીતંત્ર ઓચિંતું બેઠું થઈ તરણેતરનો મેળો ભરાશે તેવી જાહેરાત કરતા ઝાલાવાડના લોકોમાં ખુશીની હેલી પ્રસરી ગઇ હતી.
તરણેતરનો મેળો ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો ભાદરવા સુદ પાંચમના દિવસે મંદિરના કુંડમાં ગંગાજી પ્રગટે છે.
આથી પાંચમના દિવસે કુંડમાં સ્નાન કરવાનું માહાત્મ્ય અદ્કેરું છે. તરણેતરનું મંદિર કલાત્મકતા માટે પણ વિશ્ર્વ વિખ્યાત છે. આ મંદિરમાં ઉત્તમોત્તમ મૂર્તિઓ, ફૂલવેલ, ફ્રીહેન્ડ ડિઝાઈન કાબિલે તારીફ છે. આ મંદિરમાં બારીક નકશીકામ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ગુજરાતમાં આવાં કળાત્મક મંદિરો ખૂબ ઓછાં છે, તેમાનું એક “ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ મંદિર છે.
“ઋષિપંચમીના દિવસે લખતર સ્ટેટની બાવનગજની કેશરી ધજા ચઢાવાનું મહત્ત્વ છે. તે દિવસે લખતરનો રાજવી પરિવાર રાજવી ઠાઠમાં આવે છે. માથે સાફો કલગી, તલવાર, સોનાનાં અલંકારને કલરફુલ રાજવી વેશભૂષામાં ઢોલ વગાડતા ધજાજીનું સ્વાગત કરવામાં આવેલ ત્યાર બાદ પૂજન અર્ચન રાજવી પરિવારના વરદ હસ્તે થયા બાદ બાવનગજની ધજા મંદિર પર ફરકાવામાં આવી આમ ૨૦૨૪ના મેળાની કલરફુલ તસવીરો સાથે મેળો માણીએ.