દીકરીના માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો.
રાજકોટ: રાજકોટમાં એક બહુ ચકચારી કિસ્સો બની ગયો અને તે સમગ્ર સમાજને હચમચાવી ગયો છે. એક સગીર વયની દીકરી પર શારીરિક સંબંધ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પર્દાફાશ થયો.
ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, અને શારીરિક શોષણ થતું હતું. દુઃખદ બાબત એવી છે દુષ્કૃત્યના આરોપીની મદદગારીમાં પણ એક સ્ત્રી સામેલ છે.
સમગ્ર ઘટના મુજબ instagram પર સંપર્કમાં આવેલી પાડોશમાં જ રહેતી 15 વર્ષની દીકરી ને તેની પાડોશમાં જ રહેતા એક યુવકે તેના ઓળખીતા મહિલા દ્વારા યુવતીને બ્યુટી પાર્લરમાં લઈ જઈ અને શરીર સંબંધ બાંધવા ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય પણ કરતો હતો. ભોગ બનનાર યુવતીના પિતાને દીકરીના વર્તન પરથી અજુગતું લાગતા અને પૂછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી.
વિદ્યાર્થિનીના પિતા દ્વારા નીતિન બગથરીયા અને બ્યુટી પાર્લર ચલાવતી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.
સમગ્ર ઘટના સમાજ માટે કાળી ઢીલી સમાન છે પરંતુ હાલની પરિસ્થિતિમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા દૂર ઉપયોગ વધતો જાય છે તેવા સંજોગોમાં જુવાન દીકરા દીકરીઓના મા-બાપની ચિંતા વધી ગઈ છે અને સતર્ક રહેવાનો સમય આવ્યો છે. બને તો મા બાપે વખતોવખત દીકરા અને દીકરીના મિત્ર વર્તુળ કોણ છે મોબાઇલનો કેવા પ્રકારનો ઉપયોગ છે તે જોતા રહેવું પડશે.