PUBGના પડઘા હજુ સંભળાય છે, સોશિયલ મીડિયા પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેલ કરનારો ઝડપાયો
રાજકોટ: રાજકોટ ખાતે એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે આજકાલ યુવાન યુવતીઓ સોશિયલ મીડિયાના બંધાણી થતા જાય છે અને અજાણતા જ કેવા ફસાય છે તે ઉજાગર થયું છે. સોશ્યલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સીએનો અભ્યાસ કરતી ભણેલી ગણેલી યુવતી સાથે ચોંકાવનારી ઘટના બની છે.
લોકડાઉનના પિરિયડ દરમિયાન PUBG ગેમમાંથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને મિત્ર થયેલા શખ્સે રાજકોટની CAનો અભ્યાસ કરતી યુવતીને જાળમાં ફસાવી અને દિલ્હીના વિકૃત શખસે યુવતીને સતત ચેટ દ્વારા પ્રેમજાળમાં ફસાવી યુવતીને ન્યૂડ કોલ માટે મનાવી હતી અનેક વખત ન્યૂડ કોલ કરી ન્યૂડ કોલના સ્ક્રીન શોટ અને સ્ક્રીન રેકોર્ડ કર્યા હતા.
યુવતીએ વિકૃત શખસની માંગ સ્વીકારવાનું બંધ કરતા શખસે યુવતીના કાકાને યુવતીના ન્યૂડ ફોટોઝ મોકલ્યા હતા. અને યુવતીને બદનામ કરવાની ધમકી આપી પોતાના તાંબામાં રાખવાની કોશિશ કરી હતી. સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમે દિલ્હી જઈને મજૂરી કરતા અને વધુ પડતો સમય સોશિયલ મીડિયા પર વિતાવતા સચિન યાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી. હાલ આ શખસને જામીન પર છોડવામાં આવ્યો છે.
એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે સમાજ માટે આ ચોંકાવનારો કિસ્સો છે અને અજાણ્યા લોકો સાથે તમારી પર્સનલ બાબતો શેર કરવી એટલે પૂરેપૂરો ખતરો સાબિત થઈ શકે છે. ખાસ કરીને યંગસ્ટર્સ આવી કોઈ માયાજાળમાં ફસાઈ જાય નહીં તેની તકેદારી રાખવી જરુરી છે. આમ છતાં તમે જો કોઈ જગ્યાએ ફસાઈ ગયા હોય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી અને માનસિક ત્રાસમાંથી મુક્તિ મેળવી શકાય છે. કદાચ કોઈ પરિવારના સભ્યને તમે ન કહી શકો તો મિત્રને લઈને પણ સાઈબર ક્રાઇમમાં તમે ફરિયાદ કરી શકો છો. તમારું નામ ગુપ્ત રહેશે પણ એ ત્રાસમાંથી મુક્તિ મળશે એટલું યાદ રાખજો એમ તેમણે જણાવ્યું હતું.