અંબાજી-હિંમતનગર હાઇવે પર બસ પલટી, બસમાં સવાર અનેક માઇભક્તોને પહોંચી ઇજા | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

અંબાજી-હિંમતનગર હાઇવે પર બસ પલટી, બસમાં સવાર અનેક માઇભક્તોને પહોંચી ઇજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. અંબાજીથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસને હડાદ પાટિયા પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાં અકસ્માત નડતા બસ પલટી ખાઇ ગઇ હતી. મીડિયા અહેવાલો મુજબ બસમાં કુલ 40 મુસાફરો હતા જેમાંથી 15થી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિ ના સમાચાર મળ્યા નથી, પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજી ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કેટલાક અહેવાલોમાં માહિતી આપવામાં આવી છે કે બસની ઓચિંતા બ્રેઇક ફેલ થઇ જતા અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર મુસાફરો કણજરી, ખેડા-નડિયાદના હતા અને અંબાજીમાં ધજા ચઢાવીને તેઓ પરત ફરી રહ્યા હતા. તે સમયે રસ્તામાં બસની બ્રેઇક ફેલ થયા બાદ બસ પલટી ખાઇ ગઇ હતી અને તેનો છતનો ભાગ તૂટી ગયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને 108ની મદદથી મુસાફરોને હોસ્પીટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સંબંધિત લેખો

Back to top button