આપણું ગુજરાત

ગોંડલમાં નેશનલ હાઇવે પર પેસેન્જર ભરેલી બસે પલટી મારી

ગોંડલ: હાલ વરસાદની સિઝન વચ્ચે પણ રાજકોટ-ગોંડલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો અટક્યો નથી. આજે વહેલી સવારે ગોંડલના ગુરુકુળ પાસે નેશનલ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની બસનો અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત સર્જાયા બાદ બસનો ડ્રાઈવર નાસી છૂટયો હતો.

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર જુનાગઢ તરફથી આવતી પેસેન્જર ભરેલી બસનું પાછળનું ટાયર નીકળી જતાં બસ પલટી મારી ગઇ હતી. આ દુર્ઘટના તાલુકા પોલીસ સ્ટેશન નજીક પહોંચતા સર્જાય હતી. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. જો કે અકસ્માત સર્જ્યા બાદ ટ્રાવેલ્સનો ચાલક બસને મૂકીને ભાગી નીકળ્યો હતો.

આ પણ વાંચો: Karnataka ના પૂણા- બેંગલોર નેશનલ હાઇવે પર ભીષણ માર્ગ Accident, 13 લોકોના મોત

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી. પરંતુ બસ પલટી મારી જતાં આખો નેશનલ હાઇવેનો એકબાજુનો ભાગ બંધ થયો હતો. આથી હાઇવે પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. પલટી મારી ગયેલ બસમાંથી ડીઝલ ઢોળાવાથી હાઇવે પર ડીઝલના વહેણ વહેતા થયા હતા. ઘટનાની જાણ થયા બાદ ગોંડલ B ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરીને ટ્રાફિક કંટ્રોલની કામગીરી કરી હતી.

આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમ જીવલેણ નિવડ્યું, વલસાડમાં હાઇવે પર કાર અથડાતાં ચાર યુવાનોના મોત

જો કે નેશનલ હાઇવે પર બનાવ બન્યો હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ ક્યાંય જોવા નહોતા મળ્યા. જો કે ગઇકાલ સાંજે પણ આશાપુરા ચોકડી નજીક એક ટ્રક પલટી મારી ગયો હતો. જો કે કોઈ જાનહાનિ નહોતી થઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button