આપણું ગુજરાત

ગ્રામ્ય સેવા નહીં આપનારા તબીબી વિદ્યાર્થીઓ પાસેથી₹ ૬૪૭ કરોડની બોન્ડ વસૂલાત કરાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા તબીબ થયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી સેવા નહીં આપનારાં તબીબી વિદ્યાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં ૬૦૮૨ કેસમાં રૂ.૬૪૭.૬૫ કરોડની બોન્ડ વસૂલાત કરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરોની ઘટ નિવારવા માટે તબીબ થયા બાદ વિદ્યાર્થીએ સરકારી હૉસ્પિટલમાં એક વર્ષ સેવા આપવાનું ફરજિયાત છે અને તેની બાહેધરી પેટે રૂ.૨૦ લાખના બોન્ડ સેવામાં આવે છે પરંતુ જો સેવા ન આપે તો બોન્ડની રકમ વસૂલવામાં આવે છે.

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે બોન્ડ વસૂલાત સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યમાં એમબીબીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજયુએટ કોર્ષીસ, ગાંધીનગર દ્વારા નીટ આધારીત મેરિટ બનાવી ઓન લાઇન પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

પ્રવર્તમાન નીતિ મુજબ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાં એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી ૧ વર્ષની ગ્રામ્ય સેવાની સામે રૂ. ર૦.૦૦ લાખનો બોન્ડ લેવામાં આવે છે.

જીએમઇઆરએસ સંચાલિત મેડીકલ કોલેજો અને સ્વ-નિર્ભર મેડીકલ કોલેજોમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે એમ.વાય.એસ.વાય, ક્ધયા કેળવણી નિધિ, ફ્રી-શિપ કાર્ડનો લાભ લઇ પ્રવેશ મેળવતા વિધાર્થીઓને પણ બોન્ડ નીતિ લાગુ પડે છે.

રાજ્યમાં એમ.બી.બી.એસ. પાસ વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરે ત્યારબાદ તેમને ડિગ્રી સર્ટિફિકેટ આપવાની કાર્યવાહી જે તે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે.રાજયમાં એમ.બી.બી.એસ. પાસ કરેલ ઇન્ટર્નશીપ કરતા ડોકટરોને ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવે છે.

ઇન્ટર્નશીપ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીની પ્રોવિઝનલ ડિગ્રીના આધારે ફાઇનલ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. રાજ્યમાં હાલ કુલ-૩૯ મેડિકલ કોલેજો અને એક એઇમ્સ મેડિકલ કોલેજ કાર્યરત છે. જેમાં કુલ-૭૦૫૦ બેઠકો છે. તેમાં ૬-સરકારી, ૧૩- જીએમઇઆરએસ સંચાલિત, ૩-મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત, ૧૬- સ્વનિર્ભર મેડીકલ કોલેજો, ૧-ડીમ્ડ યુનિવર્સિટી સંચાલિત અને ૧-એઇમ્સ રાજકોટ મેડિકલ કોલેજો કાર્યરત છે.

તેમાં સરકારી મેડિકલ કોલેજોમાં ૧૪૦૦ બેઠકો, જીએમઇઆરએસ મેડિકલ કોલેજોમાં ૨૧૦૦, મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ કોલેજોમાં ૭૦૦, સ્વ-નિર્ભર કોલેજોમાં ૨૬૫૦, ડીમ્ડ યુનિવર્સિટી કોલેજમાં ૧૫૦ બેઠકો અને એઇમ્સ રાજકોટમાં ૫૦ બેઠકો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત