અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરા-કમળાનો કાળો કેર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં મનપા દ્વારા સપ્લાય થતાં પ્રદૂષિત પાણી અને બેરોકટોક વેચાણ થઈ રહેલાં બિનઆરોગ્યપ્રદ આહારને કારણે કમળો, કોલેરા અને ટાઈફોઈડનાં રોગમાં અસામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં આંશિક ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષમાં કોલેરાનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ૨૦૨૩માં ૨૯ ઓક્ટો. સુધી કોલેરાના ૮૨ કેસ ક્ધફર્મ થયાં છે. જે પૈકી મોટાભાગના કેસ પૂર્વ વિસ્તારમાં જ નોંધાયા છે. શહેરના દક્ષિણ ઝોનમાં ૪૨, પૂર્વ ઝોનમાં ૩૭ કેસ નોંધાયા છે. વોર્ડ મુજબ જોવામાં આવે તો, બહેરામપુરામાં ૧૮, લાંભામાં ૧૦ અને રામોલ-હાથીજણમાં ૩૨ કેસ કોલેરાના ક્ધફર્મ થયા છે.બીજી બાજુ ૨૦૨૧ના સમગ્ર વર્ષ દરમ્યાન કમળાના ૧૪૩૯ કેસ નોંધાયા હતા જેની સામે ૨૦૨૩માં માત્ર ૧૦ મહિનામાં જ ૧૭૬૪ કેસ ક્ધફર્મ થયા છે. ટાઈફોઈડના રોચગાળાએ પણ કાળો કેર વર્તાવ્યો છે.
એક સપ્તાહ દરમિયાન ટાઈફોઈડના ૨૪૨ કેસ નવા નોંધાયા છે. તેમજ ચાલુ વર્ષ દરમિયાન ટાઈફોઈડના ૩૮૨૬ કેસ નોંધાયા છે. જે પૈકી દક્ષિણ ઝોનમાં ૧૫૭૬, પૂર્વ ઝોનમાં ૯૨૯ અને ઉત્તર ઝોનમાં ૪૧૩ કેસ નોંધાયા છે. વોર્ડ મુજબ જોવામાં આવે તો, લાંભા વોર્ડમાં ૩૩૬, વટવામાં ૫૨૭, બહેરામપુરામાં ૩૧૨, અમરાઈવાડીમાં ૩૧૮ કેસ ક્ધફર્મ થયા છે. ૨૦૨૧માં ટાઈફોઈડનાં ૨૧૧૬ અને ૨૦૨૨માં ૩૧૧૮ કેસ
નોંધાયા હતા.