આણંદમાં 160 કરોડના ખર્ચે 200 બેડની સિવિલ હૉસ્પિટલ તૈયાર કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: આણંદ જિલ્લા સિવિલ હૉસ્પિટલનું ટૂંક સમયમાં ભૂમિ પૂજન કરાશે. અંદાજિત રૂ.160 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આણંદ સિવિલ હૉસ્પિટલ તમામ અત્યાધુનિક સેવા-સુવિધાઓથી સજ્જ હશે. 200 બેડની સિવિલ હૉસ્પિટલ અને 50 બેડની આયુર્વેદિક હૉસ્પિટલ એક જ કેમ્પસમા કાર્યરત બનશે. આણંદ જિલ્લામાં સિવિલ હૉસ્પિટલ નિર્માણકાર્ય સંદર્ભે ગુજરાત વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આણંદના ગુજરાત પશુ ચિકિત્સાલય અને પશુપાલન મહાવિદ્યાલય યુનિવર્સિટી,આણંદ કેમ્પસમાં આવેલ ખુલ્લી જગ્યા પર બોરસદ ચોકડી ખાતે 160.59 કરોડના ખર્ચે હૉસ્પિટલ બનાવવાનું આયોજન કરાયું છે. આ સુવિધાયુક્ત હૉસ્પિટલ બનાવવા મંજૂરી સમિતિએ 25-04-2023ના રોજ મંજૂરી આપી હતી. આણંદ સિવિલ હૉસ્પિટલનું ટૂંક સમયમાં ભૂમિ પૂજન કરવામાં આવશે. આણંદ જીલ્લામાં જનરલ હૉસ્પિટલ-આણંદ તથા પેટલાદ ખાતે એસ.એસ.જી હોસ્પિટલ કાર્યરત છે. આણંદ જિલ્લામાં 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો પ્રજાની સેવામાં રાઉન્ડ ઘ કલોક કાર્યરત છે. ઉ