આપણું ગુજરાત

વસ્ત્રાલમાં 20 વર્ષીય યુવકે મેટ્રો પરથી લગાવી મોતની છલાંગ

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષીય યુવકે કૂદીને પડતું જીવતર પડતું મેલ્યું હતું. વસ્ત્રાલ નજીકના મેટ્રો સ્ટેશન પરથી કૂદીને યુવકે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. હાલ પ્રાથમિક માહિતી મુજબ આર્થિક ભીંસના કારણે યુવકે આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે ગોઝારો અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકતા 8નાં મોત

હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમરાઇવાડીની કાદરી વકીલની ચાલીમા રહેતા 20 વર્ષીય ધ્રુવ પરમારે સવારે મહાદેવનગર મેટ્રો સ્ટેશન પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી. મેટ્રો સ્ટેશન પરથી લગભગ 40 ફૂટની ઊંચાઈથી યુવકે પડતું મેલ્યું હતું અને નીચે પટકાતાં તેનું મૃત્યુ થયું હતું. આ બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં રામોલ પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પ્રાથમિક ધોરણે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button