અમદાવાદમાં સ્વચ્છતા પાછળ દર વર્ષે 900 કરોડનો ધુમાડો
સ્વચ્છતા સર્વેક્ષણમાં 15મો નંબર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપા દ્વારા સ્વચ્છતા પાછળ દર વર્ષે 900 કરોડનો ખર્ચ કરવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો 15મો નંબર આવતા મનપા કૉંગ્રેસે આકરી ટીકા કરી હતી
શહેર મનપા કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સને 2022માં સ્વચ્છતાની બાબતમાં 40 લાખની વસ્તી ધરાવતાં શહેરની કેટેગરીમાં સમગ્ર દેશમાં પહેલો નંબર હતો તે કેટગરીઓ મર્જ કરી માત્ર સિંગલ કેટેગરીઓ રખાતાં શહેરમાં અમદાવાદ શહેર 15માં નંબરે કેમ? તેઓ પ્રશ્ન કરીને ભાજપના શાસકોને આત્મમંથન કરવું જોઈએ તેમ જણાવ્યું છે. ભાજપના નેતાઓ દ્વારા મોટાપાયે સ્વચ્છતાના કાર્યક્રમો
કરવામાં આવ્યા હતા તેની પણ કોઈ અસર પડી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સને 2022માં અમદાવાદ શહેરને 40 લાખની વસ્તી ધરાવતાં શહેરની કેટેગેરીમાં પહેલો નંબર આવેલ હતો હવે સને 2023માં તે તમામ કેટેગરીઓ મર્જ કરાતાં ફકત એક જ કેટેગરી રહેવા પામેલ છે અગાઉ સને 2022માં અમદાવાદ શહેરને 40 લાખની વસ્તી ધરાવતાં શહેરની કેટેગેરીમાં પહેલો નંબર આવેલ હતો હાલ સિંગલ કેટેગરીમાં શહેરને સ્વચ્છ રાખવા માટે મનપા દ્વારા દર વર્ષે અંદાજે 900 કરોડનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં તે અમદાવાદ શહેર હાલ 15માં નંબરે જવા પામેલ છે.