આપણું ગુજરાત

ગુજરાતની ૨૦માંથી ૮ નદી પ્રદૂષણ મુક્ત જાહેર: સાબરમતીનાં પાણીની ગુણવત્તામાં સુધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વર્ષ ૨૦૧૮માં જાહેર કરેલ દેશની ૩૫૧ નદીઓનાં પટ્ટાઓમાંથી ગુજરાતની જાહેર કરેલી ૨૦ નદીનાં પટ્ટાઓમાંથી ૦૮ નદીને પ્રદુષણ મુક્ત જાહેર કરી છે. વર્ષ ૨૦૨૨માં જાહેર કરેલ રિપોર્ટ મુજબ ફક્ત ૧૩ નદીઓ જ બાકી રહી છે. જેને સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આ ૧૩ નદીઓ પણ પ્રદૂષણ મુક્ત બને તે દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે, સરકાર સાબરમતી સહિત તમામ નદીઓને પ્રદૂષણ મુક્ત કરવા કટીબદ્ધ છે એવું રાજ્યના પર્યાવરણ પ્રધાને જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ગૃહમાં બોલતા તેમણે વધુમાં કહ્યું હતુ કે, સાબરમતી નદીના પ્રદૂષણ માટે નામદાર હાઇ કોર્ટમાં થયેલી પીઆઇએલના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે. આ સુધારાને પરીણામે હાલમાં મેગા પાઈપપાઈન જે કે આ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટના પાણીનું વહન કરે છે તેની ગુણવત્તામાં છેલ્લાં ૨ વર્ષમાં અંદાજે ૩૦ ટકાથી વધુ સુધારો આપણે મેળવી શક્યા છીએ અને હાલમાં સીપીસીબી દ્વારા નિયત કરેલા ધારાધોરણ કરતા લગભગ નજીકની ગુણવતાનું ઔદ્યોગિક પાણી સાબરમતી નદીમાં નિકાલ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરગથ્થુ પાણીના નિકાલ માટે એસ.ટી.પી. (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવામાં આવ્યા છે જેના આધુનિકીકરણની કામગીરી વર્લ્ડ બેન્કની સહાયથી ચાલી રહી છે. સાબરમતી નદીનાં પાણીની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે.

વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલે ગૃહમાં વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ જેવી કે, સેપ્ટ વિગેરે દેશમાં અગ્રસ્થાન ધરાવે છે. જો કોઈ પણ ઔદ્યોગિક ગૃહો કે સંસ્થાઓ દ્વારા પર્યાવરણીય કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો કોઈને પણ છોડવામાં આવશે નહીં અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ સરકાર પાછી પાની નહીં કરે. સાબરમતી નદીમાં પાણી પ્રદૂષણનો પ્રશ્ન અંગે તેમણે કહ્યું હતું કે,સાબરમતી નદીમાં પાણી પ્રદૂષણ માટે મુખ્ય બે કારણો છે. જેમાં ઔદ્યોગીક પાણીનો નિકાલ અને ઘરગથ્થુ પાણીનો નિકાલ, ઔદ્યોગીક પાણીનો પ્રશ્ન છે તેમજ અમદાવાદ શહેરમાં વટવા, ઓઢવ, નરોડા,નારોલ, દાણીલીમડા, જેવા ઔદ્યોગીક વિસ્તારો આવેલા છે. આ ઔધોગીક વસાહતોમાં મુખ્યત્વે લઘુ તથા સુક્ષ્મ એકમો આવેલા છે. આ ઔદ્યોગીક એકમોમાંથી નીકળતા ઔદ્યોગીક ગંદા પાણીને ૮ જેટલા સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટમાં ટ્રીટ કરીને સાબરમતી નદીમાં નિકાલ કરવામાં આવે છે. રાજય સરકાર સાબરમતીનાં પાણી પ્રદૂષણને લઈને ખુબ જ ચિંતિત છે. આ પાણીનાં પ્રદૂષણનાં સુધારાને લઇને સરકાર સતત પ્રયત્નશીલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…