રાજકોટમાં કેન્સરની લડત જીતેલ 75 મહિલાઓએ કર્યું રેમ્પ વોક
રાજકોટ: જો કોઈપણ લડત સામે આત્મવિશ્વાસથી લડવામાં આવે તો માત આપી શકાય છે અને આ દાખલો બેસાડવા રાજકોટમાં 75 કેન્સર પીડિત મહિલાઓએ (women survivors of cancer) રેમ્પ વોક (walk the ramp) કર્યું હતું. આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ કેન્સરની બાબતમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ કાર્યક્રમમાં એ તમામ મહિલાઓની હિંમતને દાદ પાઠવવામા આવી હતી કે જેમણે કેન્સરની સામે લડત આપીને સફળતા મેળવી હતી અને હજુ લડત લડી રહેલી મહિલાઓને પણ પ્રોત્સાહિત કરવાની હતી.
કેન્સર ક્લબ ઓફ રાજકોટ દ્વારા શનિવારે એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 75 કેન્સર પીડિત મહિલાઓએ ફેશન શોમાં ભાગ લીધો હતો. તેનો ઉદ્દેશ્ય કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેના વહેલા તેમજ સમયસર નિદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય કેન્સર સામે લડી ચૂકેલી મહિલાઓની પ્રશંસા કરવાનો અને જેઓ હજુ પણ તેની સામે લડી રહી છે તેમને પ્રોત્સાહિત કરવાનો છે. “અમુક એવા કિસ્સાઓ પણ છે કે જ્યાં મહિલાઓને તબીબી સુવિધા તો નથી આપવામાં આવતી પણ તેમને ત્યજી દેવામાં આવે છે.
કાર્યક્રમના આયોજકે કહ્યું હતું કે, એક સ્તનકેન્સર પીડિત મહિલાએ અમારો સંપર્ક કર્યો હતો, ડોક્ટરોએ ઓપરેશન કરાવવા કહ્યું હતું પરંતુ તેના પતિ રાજી થાય ન હતા. તેમને એક ડિગ્રી વગરના ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. આ સ્થિતિ પરથી સમજી શકાય કે તેમને કેવી દુખ ભોગવવા પડ્યા હતા.
ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બ્રીસ્ટ અને સર્વાઇકલ કેન્સરથી પીડાતી મહિલાને ખાસ કરીને ગામડાઓ અને નાના શહેરોમાં ઘણી સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્લબ દ્વારા સૌરાષ્ટ્રભરમાંથી કેન્સરની સામે લડત આપીને જીતેલી મહિલાઓને ફેશન શોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી. એક અંદાજ મુજબ, ગુજરાતમાં ડર વર્ષે લગભગ 70000 મહિલાઓ કેન્સરથી પીડાય છે.