આપણું ગુજરાત

ગુજરાતના આઠ જેટલા ડેવલપર્સ દ્વારા રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ૭૪૫૯ કરોડના એમઓયુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આઠ જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્ડ રેસિડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. ૭૪૫૯.૬૮ કરોડના એમઓયુ શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટસ પર સત્વરે કામ શરૂ થશે અને સંભવત: ૨૦૨૬ થી ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે એટલું જ નહિ તેમાં અંદાજે ૪,૭૫૦ જેટલા લોકોને રોજગાર અવસર મળવાની સંભાવના છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે અનેક મોટા રોકાણો તથા ઔદ્યોગિક પ્રોજેક્ટસ આવ્યાં છે. પરિણામે રાજ્યનાં મહાનગરોમાં વર્લ્ડક્લાસ સુવિધાઓ વિકસે તથા અન્ય કોમર્શિયલ અને રેસિડેન્સીયલ ફેસેલિટીઝ પણ સમયની માંગ અનુરૂપ અદ્યતન બને તેવી અપેક્ષાની આપૂર્તિ માટે મ્યુનિસિપલ સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે થયેલા આ એમઓયુ નિર્ણાયક બની રહેશે. તદઅનુસાર, મોટી ઈમારતો અને લાર્જ સ્કેલ હાઉસીંગ પ્રોજેક્ટસના નિર્માણ ક્ષેત્રે અનુભવી ડેવલપર્સ અને બાંધકામ ઉદ્યોગની તજજ્ઞતાનો લાભ રાજ્ય સરકારને મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦ મી સિરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે એમઓયુનો ઉપક્રમ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા વિવિધ ઉદ્યોગો સાથે મિટિંગો કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૩૯ એમઓયુ રૂ. ૧૮,૪૮૬ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે. રૂ. ૭૪૫૯.૬૮ કરોડના એમઓયુ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ શૃંખલામાં આગળ વધતા રાજ્યમાં સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે પણ વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મહત્ત્વપૂર્ણ આ સપ્તાહે યોજાયેલી કડીમાં કર્યો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત