આપણું ગુજરાત

GST completes 7 years: એક દેશ એક કરનું સૂત્ર કેન્દ્રને ફળ્યું

અમદાવાદઃ ભારત જેવા 140 કરોડ કરતા પણ વધારે વસ્તી ધરાવતા દેશમાં કોઈ નવી કરવેરાની સિસ્ટમ લાગુ કરવી નાની મોટી વાત નથી. આ ઘણી જટિલ કસરત છે, જે 2027માં મોદી સરકારે કરી હતી. દેશભરમાં 1લી જુલાઈ 2017ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમ અમલમા મૂકવામાં આવી હતી. જેને ગઈકાલે સાત વર્ષ પૂરા થયા. આ સિસ્ટમથી વેપારીઓ ખુશ પણ છે અને વારાજ પણ, છતાં દેશની તિજોરીમાં દર વર્ષે રેકોર્ડ બ્રેક નાણા ઠલવાય છે તે હકીકત છે.

રાજ્યો અને કેન્દ્રના પરોક્ષ કરમાં સમાનતા લાવવા માટે 1લી જુલાઈએ આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી અને સરકારી રીલીઝ મુજબ જીએસટીની આવકમાં 10 ટકાનો વધારો થયો છે. પણ તેની વૃદ્ધિની ગતિ પહેલા કરતા ધીમી થઈ ગઈ છે.

નાણાકીય વર્ષ 2022મા સેસ કલેક્શન રૂ. એક લાખ કરોડથી વધુ હતુ. ત્યારથી તેમા સતત વધારો થઈ રહ્યો છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) હોય કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એસજીએસટી) બન્ને દર વર્ષે અલગ-અલગ દરે વધી રહ્યા છે. બન્ને વેરામાં વધારાના દરમાં તફાવતનું એક કારણ બન્ને કરની વસુલાતની રીત હોઈ શકે છે. રાજ્યના જીએસટી કલેકશનમાં એ જ ઝડપે વધારો થયો નથી. જે રીતે કેન્દ્રીય કલેકશનમાં વૃદ્દિ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2024મા જીએસટી કલેકશન જીડીપીના 3.25 ટકા નોંધાયુ હતું. જે નાણાકીય વર્ષ 2019 કરતાં 3.08 ટકા વધુ છે. જીએસટી કલેકશનમાં ઉપરનું વલણ નાણાકીય વર્ષ 2022માં 1.6 ટકાથી ઘટીને 2024માં 1.3 ટકા થયું છે. જીએસટીમાં ઊંચો ઉછાળો સૂચવે છે કે જીએસટી આવક જીડીપી કરતા વધુ ઝડપથી વધી રહી છે.

આ પન વાચો : GST લાગુ થયા બાદ ગુજરાતમાં આટલા લાખ વ્યવસાયો બંધ થયા

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના વિવિધ પરોક્ષ કર, સેવા કર, ખરીદી કર, આબકારી જકાત અને અન્ય ઘણા પરોક્ષ કરને બદલવા માટે 2017માં તેનો અમલ કરવામાં આવ્યો હતો. જીએસટીમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર સ્લેબ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button