અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા સાત કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 75 પહોંચી છે. જ્યારે અમદાવાદમાં કોરોનાનાં 57 એક્ટિવ કેસ નોંધાયા છે, સાથે 55 જેટલા દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. આ સિવાય આઠ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે અત્યાર સુધીના સૌથી વધુ એક્ટિવ કોરોના કેસ અમદાવાદમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સાત નવા કોરોનાના કેસ નોંઘાયા છે જેમાં છ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.
આ કેસ નવરંગપુરા, સરખેજ, હાટકેશ્વર, જોધપુર, ભાઈપુરામાં આવ્યા છે. જ્યારે સાત નવા કેસમાંથી ચાર દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે. તેઓ ખાસ કરીને જૂનાગઢ, ગોવા, કેનેડા, આંદામાન નિકોબારની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. ઉ