અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમા ઉત્પાદક પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના 6000 થી વધારે રમકડાંઓં જપ્ત

ભારતીય માનક બ્યુરોના, અમદાવાદ શાખા કાર્યાલય અધિકારીઓ દ્વારા આઈએસઆઈ (ISI) માર્ક વિનાના રમકડાં બનાવાની માહિતીના આધાર પર તારીખ 28.08.2024ના રોજ અમદાવાદ સ્થિત મેસર્સ મહાજનિક ઉદ્યોગ, સર્વે નંબર 1039, પ્લોટ નંબર 95 થી 99, વારાહી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભાવડા, તાલુકા દસ્ક્રોઇ, અમદાવાદ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન ઉત્પાદક પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના 6000 થી વધારે રમકડાંઓં જપ્ત કરવામાં આવ્યા.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020 ના ઓર્ડર નંબર S.O.853(E) અને 15 સપ્ટેમ્બર 2020ના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જ ISI માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાઇસન્સ છે. બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈ એસ આઈ માર્ક લગાવવું અથવા આઈ એસ આઈ માર્ક વિના રમકડાં બનાવવા, વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂપિયા 2,00,000 /- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદની વધુ ટ્રેનો રદ, જાણી લો ટ્રેનની યાદી?

બેઈમાન ઉત્પાદકો/વેપારીઓ જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન/વેચાણ કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન આઈએસઆઈ (ISI) માર્ક વિના કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજોમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-380014, ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in પર ઈમેલ અથવા બીઆઈએસ કેયર એપ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker