
ગાંધીનગરઃ રાજ્યમાં 2023ની બેચના છ આઈએએસની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અદિતી વર્શેનીની પ્રાંત ઓફિસર, જામનગર (શહેર), ઐશ્વર્યા દુબેની પ્રાંત ઓફિસર (વડોદરા, ગ્રામ્ય), આયુષી જૈનની પ્રાંત ઓફિસર – પ્રાંતિજ, ઈલાપલી સુસ્મિતાની પ્રાંત ઓફિસર – હાલોલ, ઉત્કર્ષ ઉજ્જવલની પ્રાંત ઓફિસર – નખત્રાણા, પરસનજીત કૌરની પ્રાંત ઓફિસર – રાજપીપળા, મુસ્કાન ડાગરની પ્રાંત ઓફિસર – રાજપીપળા અને હરિની કે આરની પ્રાંત ઓફિસર દાંતા તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રાંત ઓફિસરને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં રાજ્ય વહીવટી સેવા (State Administrative Service) અથવા ભારતીય વહીવટી સેવા (Indian Administrative Service – IAS) ના એક મહત્વપૂર્ણ અધિકારી હોય છે. તેઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા સબ ડિવિઝનના સર્વોચ્ચ વહીવટી અને ન્યાયિક અધિકારી હોય છે. , પ્રાંત ઓફિસર એ સરકાર અને લોકો વચ્ચેની એક મહત્વપૂર્ણ કડી છે. તે વહીવટ, કાયદો અને વ્યવસ્થા, વિકાસ, અને નાગરિક સેવાઓના સંચાલનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે.
કોણ છે આ અધિકારીઓ
અદિતી વર્શેની યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસીસ પરીક્ષા 2022 માં 57મો રેન્ક હાંસલ કરીને IAS અધિકારી બન્યા છે.
ઐશ્વર્યા દુબેએ ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC) 2022 ની પરીક્ષામાં 9મો રેન્ક મેળવીને ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યા હતા. તેમણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસીસ પરીક્ષા 2022 માં 300મો રેન્ક પણ હાંસલ કર્યો હતો.
આયુષી જૈને યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2019 માં ઑલ ઇન્ડિયા રેન્ક (AIR) 41 મેળવ્યો હતો, જેના કારણે તેમને IAS કેડર મળી.
ઈલાપલી સુસ્મિતાએ યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023 માં 239મો રેન્ક (AIR 239) મેળવ્યો હતો. આ તેમનો ચોથો પ્રયાસ હતો.
ઉત્કર્ષ ઉજ્જવલે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023 માં ઑલ ઇન્ડિયા રેન્ક (AIR) 178 મેળવીને IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) માટે પસંદગી પામ્યા હતા.આ સફળતા તેમના છઠ્ઠા પ્રયાસમાં મળી હતી.
પરસનજીત કૌરે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023 માં ઑલ ઇન્ડિયા રેન્ક (AIR) 11 મેળવીને IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) માટે પસંદગી પામ્યા હતા.
મુસ્કાન ડાગરે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023 માં ઑલ ઇન્ડિયા રેન્ક (AIR) 87 મેળવીને IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) માટે પસંદગી પામ્યા હતા. મુસ્કાન ડાગરે માત્ર 21 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
હરિની કે. આર. એ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023 માં ઑલ ઇન્ડિયા રેન્ક (AIR) 293 મેળવીને સફળતા મેળવી છે.