બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘીનો ૫૬૬.૭ લિટરનો જથ્થો જપ્ત | મુંબઈ સમાચાર

બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘીનો ૫૬૬.૭ લિટરનો જથ્થો જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી ફૂડ વિભાગે રૂ. ૨.૪૮ લાખની કિંમતનો ૫૬૬.૭ લિટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ઘીના નમૂના ચકાસણી માટે લેબમાં મોકલ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ડીસામાં એક ખાનગી ફૂડ પ્રોડકટસ પેઢીમાં તપાસ મોડી રાત્રે હાથ ધરવામાં આવી હતી. પેઢીમાં તપાસ દરમ્યાન શાશ્ર્વત બ્રાંડ ઘીનુ ઉત્પાદન ચાલુ જોવા મળ્યું હતું. તપાસ દરમ્યાન ઉત્પાદિત ખાદ્ય ઘી પર શંકા જણાતા અને તે પ્રાથમિક તપાસમાં યોગ્ય ન જણાતા આ પેઢીના માલિક લીમ્બુવાલા લોમેશકુમાર પાસેથી શાશ્ર્વત પ્રીમિયમ ગાયના ઘી ૫ લિટરના ૨૪ ટીન જેની કિંમત ૪૧૬૫૦ રૂપિયા, શાશ્ર્વત પ્રીમિયમ ગાયના ઘી ૨૦૦ મિલિ પેકના ૧૪૨૧ ટીન જેની કિંમત ૧, ૧૩, ૬૮૦ રૂપિયા અને શાશ્ર્વત પ્રીમિયમ શુદ્ધ ઘી ૩૫ મિલિ લિટર પેકના ૪૬૭૨ પાઉચ કિંમત ૯૩,૪૪૦ રૂ. મળી કુલ ૫૬૬.૭ લિટર ઘી કિંમત ૨,૪૮,૭૭૦ રૂ.નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઘીના નમૂના ફૂડ સેફટી કાયદા હેઠળ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા.

Back to top button