રાજકોટ ઝોનના 12 સાથે દેશના 556 રેલવે સ્ટેશનનું નવીનીકરણ થશે.
રાજકોટ શહેર ડિવિઝનમાં આવતા 12 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે,રેલવે સ્ટેશનમાં પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધા મળે તેવી સરકારી તૈયારી,શહેરના 20 ઓવરબ્રિજ અને અંડર બ્રીજનું વડાપ્રધાન વાર વર્ચયુલી શિલાયન્સ તેમજ ઉદ્ઘાટન કરવામાં આવશે.
રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, થાન, ભાટિયા…સહિત કુલ ૧૨ સ્ટેશનને ૧૮૧.૪૨ કરોડના ખર્ચે આધુનિક બનાવાશે.
સાંસદ મોહનભાઈ કુંડારીયા ના જણાવ્યા મુજબ ઘણી નવી ટ્રેનો મળી છે અને હજી પણ ભવિષ્યમાં નવી ટ્રેન મળશે આ સંદર્ભે એક વાત એવી પણ છે કે કોરોના કાળ દરમિયાન ઘણી ટ્રેનો બંધ થઈ છે જે હજુ સુધી શરૂ થઈ શકી નથી અને અમુક ટ્રેનો ચાલુ થઈ છે તે નવા દર સાથે શરૂ થઈ છે.માત્ર નામ બદલવામાં આવ્યું છે કામ નહીં તે સંદર્ભે પણ રાજકોટના સાંસદ તરીકે રજૂઆત કરવી જોઈએ.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને હજુ પણ વધુ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર આધુનિકરણ પછી પણ પ્લેટફોર્મ ટિકિટના દર વધશે નહીં તે જાણે લોકોમાં આનંદની લહેર પ્રસરી છે.
લોકોમાં એક ચર્ચા એવી પણ છે કે રાજકોટ સુધી ડબલ ટ્રેક થઈ ગયો છે છતાં નવી ટ્રેન ન મળવાનું કારણ રાજકોટ સ્ટેશન નું યાર્ડ કદાચ નાનું પડે છે.જેથી કરી અને અમદાવાદ સુધી આવતી ટ્રેન રાજકોટ સુધી લંબાવી શકાતી નથી. આ સંદર્ભે પણ તાત્કાલિક રજૂઆત કરી અને વિકાસને વેગ આપવો ઘટે.
મુંબઈ સુધી જતી ટ્રેન સૌરાષ્ટ્ર મેલ અને સૌરાષ્ટ્ર જનતા બંનેના ટાઈમિંગ ફરી જતા મુસાફરો મુશ્કેલી અનુભવે છે તો તે ફરી જુના સમયે કાર્યરત થાય દુરંતોને બોરીવલી સ્ટોપ મળે આ બધી ઘણી માગણીઓ ભૂતકાળમાં થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી તે સંદર્ભે પગલાં લેવાયા નથી કે રજૂઆતો થઈ નથી અને જો રજૂઆત થઈ હોય તો રેલવે મંત્રાલયમાં કશું ઉપજ્યું નથી. સરકાર જ્યારે સારું કરવા કટિબદ્ધ છે તો આમ જનતાની થોડી ઘણી મુશ્કેલીઓ દૂર થાય તેમાં રાજકોટના સંસદ સભ્યએ રસ લેવો જોઈએ.