આપણું ગુજરાત

અમદાવાદમાં એક વર્ષમાં અકસ્માતથી ૫૨૮નાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ૨૦૨૩માં વાહન અકસ્માતમાં ૫૨૮ લોકોનાં મોત થયાં છે. ૨૦૨૨માં વાહન અકસ્માતમાં ૪૮૮ લોકોનાં મોત થયાં જેની સામે ૨૦૨૩માં મોતના આંકડામાં ૪૦નો વધારો જોવા મળ્યો હતો. જુલાઈ ૨૦૨૩માં તથ્યકાંડ બાદ વાહનચાલકો જાગૃત થશે તેવી પોલીસની ગણતરીઓ ઉંધી પડી અને પછીના પાંચ મહિનામાં ૨૧૯ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. ૨૦૨૨માં ઓજસ્ટથી ડિસેમ્બરના પાંચ મહિનામાં ૧૯૯ લોકોના અકસ્માતમાં મોત થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ૨૦૨૩માં ૫૧૧ ફેટલ અકસ્માત, ગંભીર અકસ્માત ૫૫૦ અને સામાન્ય અકસ્માત ૨૯૭ મળીને કુલ ૧,૪૫૮ અકસ્માતની ઘટના બની હતી. જેમાં કુલ ૧૮૬૧ લોકો ભોગ બન્યા જેમાં ૫૨૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૭૪૨ લોકોને ગંભીર ઈજા તેમજ ૫૯૧ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ૨૦૨૨ની સરખામણીએ કુલ અકસ્માતના આંકડામાં સામાન્ય વધારો જોવા મળ્યો પણ ફેટલ અકસ્માતના ૪૪ બનાવો વધુ બન્યા હતા. તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ વાહન ચાલકોમાં ડર અને જાગૃત્તિ આવશે જેના કારણે અકસ્માતની સંખ્યામાં ઘટાડો જોવા મળશે તેવી પોલીસની ગણતરી ખોટી પડી હતી. તથ્ય પટેલ કાંડ બાદ થયેલી કડક પોલીસ કાર્યવાહીને પગલે વાહનચાલકોની સ્પીડ ઘટી અને અકસ્માતના બનાવો પણ ઘટયા હતા. જો કે, તથ્યકાંડની તપાસ બાદ આખું ચિત્ર પલટાઈ ગયું હતું. છેલ્લા પાંચ મહિનામાં ૬૩૦ અકસ્માતના બનાવો બન્યા જેમાં ૨૧૯ લોકોનાં મોત થયાં હતાં. ૨૦૨૨માં ઓગસ્ટથી ડિસેમ્બરના પાંચ માસમાં કુલ અકસ્માતના બનાવો ૬૦૩ બન્યા જેમાં ૧૯૯ લોકોનાં મોત થયાં હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button