ભારત વિરોધી પ્રચાર કરવા 50 વેબસાઈટ હેક કરી! એટીએસે નડિયાદના બે વ્યક્તિની ધરપકડ કરી

નડિયાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લીધો હતો. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરીને 100 થી વધારે આતંકવાદીને માર્યાં હતાં. આ દરમિયાન વચ્ચે આવેલી પાકિસ્તાની સેનાના 40થી પણ વધારે સૈનિકો પણ માર્યા ગયાં હતાં. આ ઓપરેશનના વિશ્વભરમાં વખાણ થયાં હતાં, પરંતુ ભારતમાં જ રહેતા કેટલાક લોકોએ આ ઓપરેશનની આલોચના કરી હતી. અનેક લોકો એવા છે જે સોશિયલ મીડિયામાં ભારત વિરોધી પોસ્ટ કરતા હોય છે. જેથી પોલીસે તેમની સામે કાર્યવાહી કરી રહી છે. આવા જ બે વ્યક્તિની નડિયાદથી ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓએ એક બે નહીં પરંતુ 50થી વધુ વેબસાઈટ હેક કરેલી
વિગતે વાત કરવામાં આવે તો, ભારત અને ઓપરેશન સિંદૂર વિરૂદ્ધ પ્રચાર કરનારા બે વ્યક્તિની એટીએસે નડિયાદથી ધરપકડ કરી છે. મળતી જાણકારી પ્રમાણે આ બન્ને વ્યક્તિએ 6 મહિનામાં ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારોની 50થી વધુ વેબસાઈટો હેક કરી લીધી હતી. પોલીસે આ કેસમાં 18 વર્ષીય જસીમ શાહનવાઝ અંસારી અને એક સગીરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી શંકાસ્પદ માહિતી પણ મળી આવી છે.
આપણ વાંચો: રાજ્યમાં સિંહની વસ્તી થઈ જાહેર, જાણો 5 વર્ષમાં કેટલા ટકા થયો વધારો
પોલીસે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની મેળવ્યા
પોલીસે આરોપીઓને મોબાઈલ તપાસ માટે મોકલ્યા ત્યારે જાણવા મળ્યું કે, આરોપીઓએ ડિફેન્સ, ફાઈનાન્સ, એવિએશન અને શહેરી વિકાસ સહિત રાજ્ય સરકારોની વિવિધ 50થી વધુ વેબ સાઈટો હેક કરી હતી. એટલું જ નહીં પરંતુ આરોપીઓ આનો સ્ક્રીનશોર્ટ યુટ્યુબ સાથે સાથે એક ટેલીગ્રામ ગૃપમાં મૂક્યા હતા. પોલીસે હવે રિમાન્ડની મેળવવા માટે આ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યાં હતાં. કોર્ટે આગામી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન મહત્વની કામગીરી બહાર આવે તેવી શક્યતા છે.