આપણું ગુજરાતગાંધીનગર

આષાઢાસ્ય પ્રથમ દિવસે ગુજરાતનાં ખેડૂતોને નેનો યુરિયામાં 50 ટકા સબસિડી: અમિત શાહ

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે ડો. શ્યામા પ્રસાદ મુકર્જીની જન્મ જયંતીના પાવન અવસર ઉપરાંત આંતર રાષ્ટ્રીય સહકારિતા દિવસ સાથે કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ત્રણ વર્ષ થયાનો ત્રિવેણી સંગમ ઉજવાયો. ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ની અધ્યક્ષતામાં આજે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ઉજવાયો. આ તકે તેઓએ દેશમાં બે લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી. સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપતા ખેડૂતો માટે નેનો યુરીયામાં 50% ગુજરાત સરકારની સબસીડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે.

અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR-2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો-યુરિયાની ખરીદી પર 50 ટકા સહાયતા યોજનાનો શુભારંભ કર્યો.

આ પણ વાંચો: Gujarat માં ખેડૂતો એ PM Kisan Yojana નો હપ્તો મેળવવા કરવું પડશે આ કામ

કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકાત્મક કીટ આપવામાં આવી. તો સાથે સાથે ગૃહમંત્રી દ્વારા ઓર્ગેનિક લોટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. તેમજ, દિલ્હી ખાતે અમૂલ ઓર્ગેનિક દુકાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં આ અમૂલની સૌપ્રથમ ઓર્ગેનિક લોટની શોપ હશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરાઈ હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી એ સંબોધન કરતા કહ્યું કે, 102 વર્ષથી સહકારીતા દિવસથી ઉજવણી કરવામાં આવે છે. આજે શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ દિવસ છે. આજે બંગાળ અને કાશ્મીર ભારતનો હિસ્સો છે તે શ્યામ પ્રસાદ મુખર્જીને આભારી છે. આજના દિવસે જ સ્વતંત્ર સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. ઘણા લાંબા સમયની માગ હતી કે સહકાર વિભાગની સ્થાપના કરવામાં આવે. ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી પર 50 ટકા નું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. ગુજરાત સરકારે વિશેષ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી છે. નેનો યુરિયા અને નેનો ડીએપી પર 50 ટકાની સબસિડી ગુજરાત સરકાર આપશે. નેનો યુરિયા અને નેનો ડીએપીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોજના જાહેર કરાઈ છે.

આ પણ વાંચો: સમૃદ્ધ ખેડૂતો લઈ ગયા ગરીબ ખેડૂતોના નાણાંઃ ગુજરાત સરકારે કરી કાર્યવાહી

તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતો બન્ને તરલ અને ઘન યુરિયાનો ઉપયોગ કરશે તો જમીન પણ બગડશે અને સ્વાસ્થ્ય પણ બગડશે. આપણી પાસે બે બ્રાન્ડ છે ભારત ઓર્ગેનિક અને અમુલ બન્ને બ્રાન્ડ ખરીદીએ 100 ટકા ઓર્ગેનિક છે. વૈંશ્વિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઓર્ગેનિક હોવાનો સિક્કો મરાય છે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સહકારનું મહત્વનું યોગદાન છે. અમે વ્યવસ્થા કરી છે કે મકાઈની ખરીદી ઓનલાઈન અને એમએસપી પર થશે. જેનાથી ખેડૂતોને લાભ થશે, ઈથેનોલ બનશે સાથે ઓછું પેટ્રોલ ખરીદી કરી દેશના નાણાં બચાવીશું.

આંતર રાષ્ટ્રીય સહકારિતા દિવસે ગુજરાતભરના સહકાર વિભાગના આગ્રણીઓ જેમાં બેંકિંગ અને ડેયરી સેક્ટર્સના ચેયરમેન-ડિરેક્ટર્સ ઉપરાંત સભાસદો,સહકારી મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત