આપણું ગુજરાત

ગુજરાતમાં ત્રણ વર્ષમાં હિટ એન્ડ રનના ૪,૮૬૦ કેસ, ૩,૪૦૦થી વધુ લોકોનાં મોત, ૨,૭૦૦ લોકો ઘાયલ

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં હિટ એન્ડ રનના કેસોમાં ૩,૪૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને ૨,૭૦૦ લોકો ઘાયલ થયા હોવાનું રાજ્ય વિધાનસભામાં ગુરુવારે જણાવવામાં આવ્યું હતુ. ગૃહમાં રજૂ કરાયેલા ડેટા મુજબ, ગુજરાતમાં હિટ એન્ડ રનના ૪,૮૬૦ કેસ નોંધાયા હતા. જેમાં ૨૦૨૦-૨૧માં ૧,૪૯૯, ૨૦૨૧-૨૨માં કુલ ૧,૫૯૧ અને ૨૦૨૨-૨૩માં ૧,૭૭૦ કેસોનો સમાવેશ થાય છે.
આ ૪,૮૬૦ કેસોમાં ૩,૪૪૯ લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદ જિલ્લામાં ૩૨૯ મૃત્યુનો સમાવેશ થાય છે, અને ૨,૭૨૦ લોકો ઘાયલ થયા છે. ડેટા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૧,૦૬૯, ૨૦૨૧-૨૨માં ૧,૧૫૮ અને ૨૦૨૨-૨૩માં ૧,૨૨૨ મૃત્યુ થયા, જે આવા જીવલેણ માર્ગ અકસ્માતોમાં સતત વધારો દર્શાવે છે.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તેણે હિટ એન્ડ રન કેસ ઘટાડવા માટે ઘણા પગલાં લીધાં છે, જેમાં નિયમિત અંતરાલ પર ટ્રાફિક જાગૃતિ ફેલાવવા માટેના કાર્યક્રમોનું આયોજન, સૂચના જારી કરીને ઝડપ મર્યાદા નક્કી કરવી, સ્પીડ-ગનનો ઉપયોગ કરીને ઉલ્લંઘન કરનારાઓને ઓળખવા અને દંડ કરવા અને પકડવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવું. રાજ્ય સરકારે એસેમ્બલીને એવી પણ માહિતી આપી હતી કે ગુજરાત હાઈ કોર્ટના નિર્દેશ મુજબ પેટ્રોિંલગ કરવા અને કાયદાનો અમલ કરવા માટે શહેરી વિસ્તારોમાં પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરટીઓ અધિકારીઓની સંયુક્ત ટીમો બનાવવામાં આવી છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button