આપણું ગુજરાતભાવનગર

અરેરાટીઃ આખા ગામના પશુઓ સાથે ચરવા ગયા, પણ એક જ માલધારીના 41 ઘેટાં-બકરાંના મોત!

ભાવનગરઃ ઘોઘાના ગરીબપુરા ગામે ગત રાત્રે એક માલધારીના 41 ઘેટાં બકરાં ટપોટપ મોતને ભેટ્યા હતા. આ રહસ્યમય બનાવમાં પશુના મોંતનું કારણ જાણવા તબીબી અભિપ્રાય મેળવતા પ્રાથમિક તબક્કે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ ખુલશે. દરમિયાનમાં એક જ માલીકીના 41 પશુના મોત થતાં માલધારી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો : Gujarat માં ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાની ચર્ચા, સામે આવ્યો આ ખૂલાસો

જાણવા મળતી વિગતો અનુસાર ગરીબપુરા ગામે ભરવાડ લાલાભાઈ સિદિભાઈના માલિકીના 39 ઘેટાં અને 2 બકરાં મળી 41 પશુના આને વહેલી સવારે એકાએક મોત નીપજ્યા હતાં. હાલ ચોમાસાની ઋતુમાં સમગ્ર માલધારીઓના પશુ ડુંગરમાં ચરતા હોય છે ત્યારે માત્ર લાલાભાઇના ઘેટાં બકરા જ મોતને ભેટતા અચરજ ફેલાયું છે, એક સ્થળે અને એક જ સાથે ચરતા અન્ય પશુઓ સલામત છે જ્યારે એક માત્ર માલધારીના પશુના રહસ્યમય મોતથી આશ્ચર્ય ઉભુ થયું છે. મળતી વિગતો મુજબ રહેણાંકના ઘરમાં રખાયેલ તમામ પશુ એક ખૂણામાં એકત્ર થઈને મૃતદેહો પડ્યા હતા.

બનાવના પગલે વેટરનરી તબીબે દોડી જઇ તપાસ હાથ ધરી છે અને સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવા તજવીજ હાથ ધરાઇ છે. પરંતુ પ્રાથમિક તબક્કે ફૂડ પોઇઝનિંગ થવાથી ગેસ થતા પશુના મોત થયાનું તબીબી તારણ નીકળ્યું છે. આ બનાવના માલધારી પરિવારની રોજી રોટી છીનવાવા સાથે ભારે મોટું આર્થિક નુકશાન થયું છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ