Sanand ના અણિયારી ગામે ખમણ ખાધા બાદ 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગ

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના સાંણદ(Sanand)ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટી છે. જેમાં સાણંદના અણિયારી ગામે 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ છે. જેમાં બાળકોથી લઈ મોટા સહિતના તમામ લોકોની અસર જોવા મળી હતી. અચાનક ફૂડ પોઈઝનિંગની ઘટનાથી તંત્ર દોડતું થયું છે.
લોકોને પેટમાં દુઃખાવા સહિતના સમસ્યાઓ શરૂ
જેમાં મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણીયારી ગામમાં ફેરિયા પાસેથી ખમણ ખાધા બાદ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. શરૂઆતમાં લોકોને પેટમાં દુઃખાવા સહિતના સમસ્યાઓ શરૂ થઈ હતી.
આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ
ત્યારે ફૂડ પોઇઝનિંગની અસરને કારણે 50થી વધુ લોકોને સારવાર માટે બાવળા અને સાણંદની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તબીબો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે.