આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Ahmedabad થી પકડાયેલા ચાર આંતકીઓની પૂછપરછમાં થયા મોટા ખુલાસા, સિગ્નલ એપથી સંપર્ક કરતા

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) મોટી આતંકી ઘટનાને અંજામ આપવા આવેલા અને અમદાવાદ(Ahmedabad)એરપોર્ટ પરથી પકડાયેલા આતંકીઓના પૂછપરછમાંઅનેક મોટા ખૂલાસા થયા છે. જેમાં આતંકીઓના ફોનનું ચેકિંગ કરવામાં આવ્યુ છે. જેમાં જાણવા મળ્યું હતું કે કોમ્યુનિકેશન માટે આતંકીઓ સિગ્નલ એપનો(Signal) ઉપયોગ કરતા હતા. જ્યારે આ સમગ્ર તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ અને તમિલનાડુ ATS પણ તપાસમાં જોડાઈ છે.જેના પગલે આગામી દિવસોમાં અન્ય મોટા ખુલાસાઓ સામે આવશે.

તેમના મોબાઈલમાં અલગ અલગ વીડિયો

જો આ આતંકી પાસે તપાસમાંથી 2 મોબાઈલ, પાસપોર્ટ, ભારત અને શ્રીલંકા કરન્સી અને ISISનો ઝંડો મળ્યો હતો. આ ચારેય પાકિસ્તાનમાં રહેતા ISIS આતંકી અબુના સંપર્કમાં આવ્યા હતા. અબુએ ભારતમાં આતંકી પ્રવૃત્તિ માટે ઉશ્કેર્યા હતા. અબુએ શ્રીલંકન કરન્સીમાં 4 લાખ આપ્યા હતા. તેમના મોબાઈલમાં અલગ અલગ વીડિયો છે.

હિન્દુ નેતાઓની ટાર્ગેટ કિલિંગનો પણ પ્લાન

પોલીસે જણાવ્યું કે ચારેય આતંકવાદીઓને યહૂદીઓના મહત્વના સ્થળો પર હુમલો કરવાનું કામ આપવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપ અને આરએસએસની સાથે-સાથે કેટલાક હિન્દુ નેતાઓની ટાર્ગેટ કિલિંગનો પણ પ્લાન હતો. જો તેઓને હેન્ડલર તરફથી સૂચના મળી હોત તો તે બધા મળીને દેશમાં આત્મઘાતી હુમલો કરવાની યોજના ઘડી રહ્યા હતા.

નાના ચિલોડા વિસ્તારમાં હથિયારો છુપાવ્યા હોવાની બાબતે પણ તપાસ

મોબાઈલમાં કેટલાક ફોટા અને લોકેશન મળ્યા, જે અમદાવાદના નાના ચિલોડાના હતા. પાકિસ્તાન હેન્ડલરે એક જગ્યાએ હથિયાર મૂકેલા હતા, તેના ફોટા લોકેશન મળ્યા હતા. માહિતીના આધારે નાના ચિલોડામાં એટીએસ પહોંચી હતી. તેમણે નાના ચિલોડા વિસ્તારમાં હથિયારો છુપાવ્યા હોવાની બાબતે પણ તપાસ શરૂ કરી છે.

આતંકવાદીએ પાકિસ્તાનના વિઝા પણ લીધા હતા

પોલોસના જણાવ્યા અનુસાર, તમામ આતંકવાદીઓ ઉચ્ચ પ્રશિક્ષિત છે અને તેમના તાર છેક પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આતંકવાદીઓના હેન્ડલર પાકિસ્તાનમાં છે. પકડાયેલા એક આતંકવાદીએ પાકિસ્તાનના વિઝા પણ લીધા હતા. ગુજરાત એટીએસની સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે. એજન્સીઓને શંકા છે કે શ્રીલંકન મૂળના આ આતંકવાદીઓ ભારતમાં હાજર કેટલાક લોકો સાથે જોડાયેલા હોઈ શકે છે.

6 દુભાષિયા સાથે રાખીને પૂછપરછ શરૂ કરી

અમદાવાદ નજીક નાના ચિલોડામાં અંદાજે એક મહિનાની અંદર જ હથિયારો મુકવામાં આવ્યા હોવાનો અંદાજ છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસએ તપાસ શરૂ કરી છે. આ તપાસમાં એટીએસએ 6 દુભાષિયા સાથે રાખીને પૂછપરછ શરૂ કરી છે. આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી