ગુજરાતમાં નદીમાં ડૂબવાના ત્રણ બનાવોમાં એક જ દિવસમાં 4 ના મોત
![4 die in one day in three river drowning incidents in Gujarat](/wp-content/uploads/2024/06/Gujarat-Drowning.webp)
અમદાવાદ : રાજ્યમાં જુનની શરૂઆત જ કઈ એવી થઈ છે કે અકસ્માતના સમાચારો સતત આપણી સામે આવી રહ્યા છે. રાજ્યમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવોમાં સુબી જવાથી ચાર વ્યક્તિઓના મોત થયા છે. ખેડાના ગળતેશ્વરમાં નહાવા પડેલા બે લોકોના મોત થયા છે જ્યારે સાબરમતી નદીમાં બે લોકોએ આપઘાત કરવાની કોશિશ કરી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના 9 મિત્રો ખેડાના ગળતેશ્વર ફરવા માટે ગયા હતા. જ્યાં મહીસાગર નદીમાં ચાર નહાવા પડ્યા હતા અને આ મિત્રોને બચાવવા માટે અન્ય મિત્રો પણ પાણીમાં પડ્યા હતા અને પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તેમણે બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ત્રણ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે એકનો બચાવ થયો છે. મૃતકોમાં અમદાવાદના વટવાનો રહેવાસી સુનિલ કુશવાહ, ખોખરાનો હિતેશ ચાવડાની ઓળખ થઈ છે. જો કે ત્રીજા મૃતદેહની હજુ સુધી ઓળખ થઈ ચૂકી નથી.
અન્ય બનાવો અમદાવાદના છે જ્યાં આજે બે લોકોએ સાબરમતી નદીમાં પડતું મૂક્યું હતું. જોકે તેમાંથી એકનો આબાદ બચાવ થયો છે જ્યારે અન્ય એકનું મોત થયું છે. મળતી મહિતી અનુસાર જીસીએસ હોસ્પિટલ પાસેના ચામુંડા નગરમાં રહેતા ચંદ્રેશ કુંવરિયાએ ગાંધીબ્રિજ પાસે નદીમાં ઝંપલાવ્યું હતું. જો કે તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
તો અન્ય એક બનાવ દૂધેશ્વર બ્રિજ પાસે એક નદીમાં પડતું મૂકનાર વાડજનો રહેવાસી અર્જુન નટનું મોત થયું છે. બંને બનાવો બાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને આપઘાતના કારણોની તપાસ આરંભી છે.
Also Read –