અમરેલીઃ કારનો દરવાજો લોક થઈ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગૂંગળાઈ જવાથી મોત
Amreli News: અમરેલીમાં એક જ પરિવારના ચાર બાળકો કારમાં બેસીને રમતાં હતાં. આ દરમિયાન કારનો દરવાજો લોક થઈ જતાં ગૂંગળાઈ જવાથી ચારેય બાળકનાં મોત (4 children died of suffocation after locked in car) થયાં હતાં. જેમાં 2 દીકરી અને 2 દીકરાનો સમાવેશ થાય છે. સમગ્ર ઘટનાને લઈને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે બીજી નવેમ્બરે અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં (incident took place at Randhiya village of Amreli) મધ્યપ્રદેશના એક જ પરિવારના 4 બાળકો રમતા હતા. તેમના પરિવારજનો સીમમાં કામે ગયા હતાં. આ ચારેય બાળકો કારની ચાવી લઈને કારમાં બેસીને રમતાં હતાં. આ દરમિયાન દરવાજો લોક થઈ ગયો હતો. દરવાજો નહીં ખૂલતાં ચારેય બાળકોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યાં હતાં. બાળકોના મૃતદેહને હોસ્પિટલ ખસેડીને અમરેલી તાલુકા પોલીસે (amreli taluka police) અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
DYSPએ શું કહ્યું
આ ઘટના અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ (Deputy Superintendent of Police Chirag Desai) પત્રકારોને જણાવ્યું હતું કે, અમરેલીના રાંઢિયા ગામમાં ખેતરમાં મજૂરી કરતાં મૂળ મધ્યપ્રદેશના સોબિયાભાઈ મછાર (Sobiabhai Machar) ને સાત બાળકો છે. બીજી નવેમ્બરે સોબિયાભાઈ અને તેમનાં પત્ની બાળકોને ઘરે મુકીને ખેતરમાં મજૂરી કરવા માટે ગયાં હતાં. આ બાળકો વાડીના માલિકની ગાડીમાં રમતાં હતાં. દરમિયાન કારનો દરવાજો લોક થઈ જતાં તેઓ બહાર નિકળવા માટે મથી રહ્યા હતાં પણ ગૂંગળાઈ જવાને કારણે તેમના મોત નિપજ્યાં હતાં. બાળકોના મોતથી દિવાળી ટાણે જ પરિવાર પર આભ ફાટી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. કારમાંથી નીકળવા બાળકોએ ખૂબ કર્યો સંઘર્ષ
બાળકો કારમાં લોક થઈ ગયા બાદ ઓક્સિજનની કમી થવા લાગી હતી. જેથી તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આ બાળકોએ કારમાંથી નીકળવા માટે ખૂબ કોશિશ કરી હતી પરંતુ બહારથી કોઈપણ વ્યક્તિની નજર તેમના પર પડી નહોતી. આ સ્થિતિમાં મદદ ન મળવાના કારણે બાળકોના મોત થયા હતા. ડેપ્યુટી એસપી ચિરાગ દેસાઈ મુજબ, ચારેય બાળકોની ઉંમર 2 થી 7 વર્ષ વચ્ચે હતી. સાંજે જ્યારે કાર માલિક અને બાળકોના માતા-પિતા ખેતરેથી ઘરે પરત ફર્યા ત્યારે ગાડીમાંથી બાળકોના મૃતદેહ મળ્યા હતા.
પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ પહોંચી હતી. જે બાદ પોલીસે બાળકોના શબ કબજામાં લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા. પોલીસ ઘટનાનું અસલી કારણ જાણવા ઝીણવટભરી તપાસ કરી રહી છે. ઉપરાંત બાળકો કારમાં કેવી રીતે બંધ થઈ ગયા તે જાણવાની કોશિશ કરી રહી છે.