આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Big Breaking: ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા

અમદાવાદ : ગુજરાતના અમદાવાદ સહિતના અમુક શહેરોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયાના અહેવાલો આવી રહ્યા છે . મળતી માહિતી અનુસાર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો જેવા કે અંબાજી, પાટણ, પાલનપુર વગેરે શહેરોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે અને લોકોમાં ફફડાટ પેદા થયો છે. અહેવાલ અનુસાર આ આંચકો 4.2 ની તીવ્રતા નો હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું છે.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ થી 12 થી 13 કિલોમીટર દૂર હોવાનું પણ જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીંના અમુક વિસ્તારોમાં લોકોએ ધ્રુજારી અનુભવી હોવાનું કહેવાય છે. 2001માં ગુજરાતે ખૂબ જ ગોઝારો એવો ભુકંપ અનુભવ્યો છે .ત્યારબાદ કચ્છ અમરેલી સહિતના ઘણા શહેરોમાં વારંવાર ભૂકંપરા આજકાઓ અનુભવાય છે. આજે ઉત્તર ગુજરાતના વિવિધ અમુક શહેરોમાં આજકાલનો અનુભવ થતા ફરી પાછી ભુકંપનીએ યાદો તાજી થઈ છે. જો કે હજુ સુધી જાનહાનિ ના કોઈ સમાચાર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button