કેવડિયાના સફારી પાર્કમાં લાખો રૂપિયા ખર્ચીને વિદેશથી લવાયેલાં ૩૮ પ્રાણીનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નર્મદા જિલ્લાના કેવડિયાસ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટીની શોભા વધારવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકારે દેશ-વિદેશમાંથી ૨૯૫ જેટલા પ્રાણીઓ લાવીને સફારી પાર્કમાં મુક્ત કર્યા હતા, પરંતુ આબોહવા અને નવી જગ્યા માફક નહીં આવતાં ૩૮ જેટલા પ્રાણીઓનાં મોત થયાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર સફારી પાર્કમાં વિદેશમાંથી લવાયેલા બ્લ્યુ ફિઝન્ટ, સન કોનુર, અલ્પાકા અને સિલ્વર ફ્રઝન્ટ જેવા પ્રાણીઓની સંખ્યા ઓછી થઇ રહી છે. કેમ કે તેમને વાતાવરણ અનુકૂળ આવતું નથી. વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં નર્મદા વિભાગના પ્રધાને જણાવ્યું હતું કે પ્રવાસીઓને આકર્ષવા માટે સફારી પાર્કમાં ૪.૧૫ લાખનો ખર્ચ કરીને બહારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રાણીઓમાં સૌથી વધુ ૯૪ ગ્રીન ચીક્ડ કોનુરની સંખ્યા જોવા મળે છે. એ ઉપરાંત ૧૨ સન કોનુર, ૧૦ ગોલ્ડન બ્લ્યુ મકાઉ, આઠ ઇમુ, ૧૦ ફિઝન્ટ, નવ સિલ્વર ફિઝન્ટ, સાત બ્લેક સ્વાન, છ કેરોલીના ડક, ૧૦ લોરીકીટ કેઇન બો, ૮ યલો ક્રાઉન એમોઝોન સહિત કુલ ૨૯૫ પ્રાણીઓથી સફારી પાર્ક ભરચક બન્યો છે. મોટાભાગે વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવેલા છે. આ પાર્કમાં ત્રણ સફેદ સિંહ પણ છે. ઉ