કેનેડાથી ડ્રગ્સ મગાવીને ડાર્ક વેબથી પેમેન્ટ થયું: 35 શંકાસ્પદ મોબાઇલ નંબર આઇડેન્ટિફાઇ કરાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના મેગાસિટી અમદાવાદના ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં મોટા પાયે નશીલા પદાર્થોનું સેવન વધ્યું છે. રાજ્યનું યુવા ધન નશીલા પદાર્થોનાં બંધાણી થઇ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે તાજેતરમાં શહેરમાં પકડાયેલા ડ્રગ્સના ક્નસાઇન્મેન્ટનું પગેરું છેક કેનેડા સુધી પહોંચ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન હવે એવું ખૂલ્યું છે કે, નશીલા પદાર્થો મંગાવીને તેનું ચૂકવણું ડાર્ક વેબ દ્વારા કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીએ આ અંગે 356 જેટલા શંકાસ્પદ મોબાઇલ નંબરોની ઓળખ મેળવી છે.
કેનેડાથી અમદાવાદ આવેલા ડ્રગ્સ ક્નસાઇન્મેન્ટમાં ડ્રગ્સ ઝડપાયા બાદ સાયબર ક્રાઇમની તપાસમાં ડ્રગ્સના પેમેન્ટ અંગે હવે ઘટસ્ફોટ થયો છે. મોબાઇલ નંબરના આધારે પાર્સલની ડિલિવરી મેળવાતી હતી. આ કેસમાં મોબાઇલના લોકેશન અને કોલ ડિટેલના આધારે તપાસને વેગ આપવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમને છ ઇન્સ્ટાગ્રામ આઇડી પણ હાથ લાગ્યા છે. સાથે જ સપ્લાયર્સ સાથે વાત કરવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતો હોવાનું બહાર આવ્યુ છે. શકમંદોને ઝડપી પાડવા અમદાવાદ, વડોદરા, સુરતમાં સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સાયબર ક્રાઇમે તાજેતરમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને રૂપિયા 48 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માફિયાઓએ ડ્રગ્સનું લિક્વિડ ફોર્મ બનાવી પુસ્તકના પેજ પર સૂકવી દીધું હતું. એટલે કે પુસ્તક અને રમકડાની આડમાં ડ્રગ્સ સપ્લાયના રેકેટનો ખેલ સામે આવ્યો હતો. ઉ