Deesa માંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ મળ્યા, એક વ્યક્તિની ધરપકડ

બનાસકાંઠાઃ બનાસકાંઠાના જિલ્લાના ડીસામાં(Deesa)નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડીસાના ઝેરડા ગામેથી પોશડોડાનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં પોશડોડાનો જથ્થો લાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.જેમાં ડીસાના ઝેરડા ગામેથી પોશડોડાનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. દિનેશ બિશ્નોઈ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.
ઉનામાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો
બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો સામે આવ્યો છે. બાઈકની સીટમાં દારૂ સંતાડી બુટલેગરો હેરાફેરી કરી રહ્યા છે. દરમિયાન LCBએ બાઇકની તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો હતો. બુટલેગરોએ બાઇકમાં ચોરખાનું બનાવ્યું હતું. બાઈકના ચોરખાનામાંથી 66 વિદેશ દારૂની બોટલ ઝડપાઈ છે. આ આરોપીને LCBએ બાઇક સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉનામાં બાઇકમાં યૂક્તીપૂર્વક ચોરખાનું બનાવી બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા હતા.