33% મહીલા અનામતની શરૂઆત ગુજરાતથી થઈ શકે? રાજકોટમાં શું ગણિત મંડાય?

રાજકોટ
મોદીસાહેબ ખરા અર્થમાં દીર્ઘદ્રષ્ટા નેતા તરીકે તાળીઓના હક્કદાર છે. મહિલાઓ માટે ૩૩% અનામતની વાત લાવી અને સ્ત્રી વર્ગની વાહવાહી મેળવી છે.
કાયદાકીય ગતિવિધિઓ પુર્ણ કરતાં કદાચ એટલો સમય લાગશે કે આ ૨૦૨૪ના ઇલેક્શનમાં મહીલા અનામત લાગુ નહીં કરી શકાય. પરંતુ મોદી સાહેબે સમગ્ર ભારત દેશને ગુજરાત રાજ્ય એક મોડેલ રાજ્ય છે એવું પ્રસ્થાપિત કર્યું છે ત્યારે ગુજરાત રાજ્યથી અનૌપચારિક રીતે ૩૩% મહીલા અનામત લાગુ કરી સફળ પ્રયોગ કરે તો નવાઈ નહીં આવું લોકોનાં મુખે હાલ ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટની બેઠક પરંપરાગત રીતે કરવા પાટીદારની એવું મનાય રહ્યું છે.આમ જુઓ તો અન્ય પાટીદાર નેતાઓ હાલ ટીકીટ મેળવવાના પ્રયાસો કરે છે જો મહીલા અનામત અંતર્ગત ટીકીટ ફાળવવામાં આવે તો અત્યારનાં ટીકીટ વાંછુ ઉમેદવારોએ પ્રચારની કમાન સંભાળી જીતાડવા માટે પ્રયત્ન કરવાનો રહેશે.
મહીલા નેતાઓ મોદી સાહેબના નિર્ણયથી ખુશ છે. ગુજરાતથી મહીલા અનામતની પ્રાયોગીક ધોરણે શરૂઆત થાય એવું અંદરખાને તેઓ પણ ઈચ્છે છે. સંસદ ભવનમાં ગુજરાતની મહિલાઓ પ્રવેશવા માટે આતુર છે.
લોકોમાં અત્યારે મહીલા અનામતની વાત મુખ્ય ચર્ચાનો મુદ્દો સાબિત થઈ રહ્યો છે.
આવનારા સમયમાં લોકચર્ચાની વધુ કેટલીક વાતો લઈને મળીશું.