આપણું ગુજરાત

જામનગરમાં પાણી માટે વલખાં મારતાં ૩૦૦ પરિવારો

અમદાવાદ: જામનગરમાં સરલાબેન ત્રિવેદી આવાસમાં રહેતા ૩૦૦ પરિવારો છેલ્લા ઘણા સમયથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. દરમિયાન રોષે ભરાયેલા લોકોએ ટેન્કર રોકીને આક્રોશ વ્યકત કર્યો હતો. આવાસમાં પાણીની સતત સમસ્યા હોવાથી રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. નળ દ્વારા પાણી આવતું ન હોઇ ટેન્કરથી પાણી આપવામાં આવતા રહેવાસીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલા મહાનગરપાલિકાના સરલાબેન ત્રિવેદી આવાસ બન્યા ત્યારથી પાણીની સમસ્યાનો સામનો રહેવાસીઓ કરી રહ્યા છે. આવાસ યોજનામાં ૩૦૦ ફલેટ છે અને તેમાં ૧૫૦૦ લોકો વસવાટ કરી રહ્યા છે. આવાસ યોજનામાં બે વખત નળ દ્વારા પાણી વિતરણના દાવા મનપા દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આવાસ યોજનામાં પહેલેથી પાણીની ભારે સમસ્યા છે. નળ વાટે રાત્રિના અને સવારે પાણી આપવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી આવાસ યોજનામાં પાણી મળતું નથી. ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા રહેવાસીઓ રોષે ભરાયા હતા અને ટેન્કર રોકી વિરોધ વ્યકત કર્યો હતો. મનપાએ એક ટેન્કર દ્વારા પાણી વિતરણ કર્યું હતું. પરંતુ સાંજે પુન: ટાંકી ખાલી થઇ જતાં એ જ સમસ્યા ઉભી થઇ હતી. ૩૦૦ ફલેટ હોવા છતાં ૪ ઇંચની પાઇપલાઇન નાખવામાં આવી હતી. ત્યારબાદ રહેવાસીઓએ વિરોધ કરતા ૬ ઇંચની પાઇપલાઇન નાખવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ પાણીની સમસ્યા યથાવત્ રહેતા રહેવાસીઓ ત્રાહિમામ્ પોકારી
ગયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?