Surendranagar ના સાયલામાં ધાર્મિક પ્રસંગમાં ફૂડ પોઇઝનીંગથી 300 લોકોને અસર
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં એક જ્ઞાતિના ધાર્મિક પ્રસંગમાં ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક સારવાર આપવામા આવી
આ ઘટના અંગે લીંબડી ડેપ્યુટી કલેક્ટરના જણાવ્યા મુજબ કે, સુદામડા ગામમાં બપોરના સમયે માતાજીનો પ્રસંગ હતો ત્યાં જમણવારમાં કોઈ ફૂડ પોઈઝનિંગ થયું હશે જેના કારણે ઘણા લોકો બિમાર પડ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 200 લોકોએ સુદામડા પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બધાને પ્રાથમિક સારવાર આપવામા આવી છે.
હાલ સુધી કોઈ જાનહાની નથી થઈ
જ્યારે અમુક લોકોએ ખાનગી દવાખાનામાં સારવાર કરાવી હતી. હાલમાં પીએચસી ખાતે 10 થી 20 જેટલા લોકો દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ 300 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. છ જેટલા મેડિકલ ઓફિસર હાજર છે આ ધટનાને પગલે ત્રણથી ચાર એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ખોરાકી ઝેરની અસર સૌથી વધુ બાળકો પર થઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાર ટીમો સાથે એમ્બ્યુલન્સનો કાફલો સુદામડા ખડકી દેવાયો હતો. સુરેન્દ્રનગર તેમજ લીંબડી હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ખોરાકી ઝેરની અસરથી હાલ સુધી કોઈ જાનહાની નથી થઈ.