ગુજરાતમાં ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ જાહેર: ૩૦ શ્રેષ્ઠ શિક્ષકના નામ જાહેર

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ આપીને તેમનું સન્માન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ ૩૦ શિક્ષકની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી હતી. આ અન્વયે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને રાજ્ય પારિતોષિક-૨૦૨૫ આપવા માટે જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા મળેલ ભલામણોને આધારે આ રાજ્ય કક્ષાના શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.


જેમાં પ્રાથમિક વિભાગમાં દક્ષિણ ઝોનમાંથી શાંતિલાલ કોદરભાઈ ભોઈ, પ્રદિપકુમાર સુભાષચંદ્ર દોશી, દિપકકુમાર છોટુભાઈ પટેલ, મધ્ય ઝોનમાં મીનેશકુમાર નાનાભાઈ વાળંદ, જિજ્ઞાસાબેન હરિવદન પ્રજાપતિ, સુરેશભાઈ રમેશભાઈ માળી, ઉત્તર ઝોનમાં સચિનકુમાર જસવંતલાલ પટેલ, આદિત્યકુમાર વિષ્ણુપ્રસાદ દરજી, અનિલકુમાર કોદરભાઈ રાઠોડ તેમ જ સૌરાષ્ટ્ર ઝોનમાં જયાબેન જેસિંગભાઈ ગોહિલ, દેવાંગીબેન માધવજીભાઈ બારૈયા, જીવતીબેન બચુભાઈ પીપલીયા અને અનિલકુમાર વેલજીભાઈ વૈશ્નાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બોજ નહીં બસ, મૌજ- એક શિક્ષક સો માતાની ગરજ સારે તે આનું નામ !
માધ્યમિક વિભાગ વિભાગમાં મધ્ય ઝોનમાંથી મુકેશકુમાર પ્રભાતસિંહ મહિડા, ઉત્તર ઝોનમાંથી ડૉ. રાજગોપાલ ઉદયનભાઈ મહારાજા, મહેન્દ્રકુમાર રામજીભાઈ ચૌધરી, સૌરાષ્ટ્ર ઝોનમાંથી દેવાયતભાઈ લક્ષ્મણભાઈ કરંગીયા, મનિષકુમાર હરશીભાઈ વિઝુંડાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ડૉ. પ્રહલાદભાઈ રામાભાઈ ચૌધરી અને ડૉ. ભાવનાબેન ચંદુલાલ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. મા/ઉ.મા. આચાર્ય વિભાગમાં જાગૃતિબેન ભગવાનભાઈ પટેલ, ડૉ. કમલેશકુમાર મણીભાઈ પટેલ, ડૉ. ધર્મેન્દ્રકુમાર પ્રેમજીભાઈ પટેલ, અલ્પા ગોરધનભાઈ તારપરાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
એચ.ટાટ. (મુખ્ય શિક્ષક) વિભાગમાં ચેતન ધીરુભાઈ હિરપરા, આરતી વલ્લભદાસ શર્મા, વિક્રમસિંહ રતાજી વણોલ, પુનિત રમેશભાઈ ઉપાધ્યાય અને ડૉ. કવિતાબેન પારસભાઈ શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી