આપણું ગુજરાત
એસટી નિગમના ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં ૩૦ ટકાનો વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના ફિક્સ પગારવાળા કર્મચારીઓને ૩૦ ટકા વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. નાણાં વિભાગ દ્વારા એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને આ ૩૦ ટકા વધારો આપવાની મંજૂરી આપી દીધી હતી. રાજ્ય વાહન વ્યવહાર વિભાગના જણાવ્યા અનુસાર નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. નાણા વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ગુરૂવારે ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી સાત હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.